Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૧૦ ઢાળ-૧૫ : ગાથા-૧૩-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન- જે આત્માઓ રાગ-દ્વેષ, વિષયવાસના અને કષાયોને આધીન છે. તીવ્ર મિથ્યાત્વાદિ મોહના ઉદયને પરવશ છે તેઓ જ્ઞાની હોય તો પણ અને અજ્ઞાની હોય તો પણ હઠાગ્રહી અને એકાન્ત કદાગ્રહી હોવાથી આત્મહિતની પરિણતિ વિનાના છે. કેવળ બાહ્ય ઠઠારામાં જ જે મસ્ત છે. તે માટે તેઓની સાથેનો સહવાસ અને તેઓનો પરિચય-સંપર્ક ત્યજી દેવો જોઈએ આ જ ચાલુ વિષય ઉપર હજુ વધારે પ્રકાશ આપે છે કે
जे बाह्यवृत्ति बकनी परे चालता रहे छे.शनैर्मुञ्चति सः पादान्, जीवानामनुकम्पया । पश्य लक्ष्मण ! पम्पायां, बकः परमधार्मिकः ॥१॥ इति वाचनात् सहवास्येव जानाति, सहजं सहवासिनाम् । मन्त्रं हि प्रच्छयसे राजन् ! येनाहं निष्कुली कृतः ॥२॥
જે આત્માઓ બહારના આચરણથી બગલાની જેમ શાનમુદ્રાવાળા અને ધ્યાનસ્થ દશાવાળા દેખાતા હોય છે. પરંતુ અંદરથી હલાહલ ઝેરથી ભરેલા હોય છે. વાણીમાં મીઠાસ અને હૃદયમાં બીજા જીવને ફસાવવાની જ બુદ્ધિરૂપી વિષ હોય છે. કહ્યું છે કે “પશુ તિષ્ઠતિ નિહ્યા છે, હૃત્યે તું દાદY” આવા જીવોનો, સામેના જીવો માટે “આ જા, ફસા જા”નો મૂળભૂત સિદ્ધાન્ત હોય છે. હૃદયમાં રહેલી તેઓની શિષ્ય બનાવવાની, દ્રવ્ય ખેંચવાની અથવા કોઈપણ પ્રકારના બીજા સ્વાર્થ સાધવાની જે આ માયા છે. તે ભદ્રિક જીવો જાણી શકતા નથી. પરંતુ જે પ્રતિદિન સાથે રહેતા હોય છે તેઓને જ આ માયાવી જીવોના અસલી સ્વભાવની ખાત્રી થાય છે. આ વિષય ઉપર “રામ-લક્ષ્મણને” આશ્રયી આવા શ્લોકો જૈનેતરના કોઈક શાસ્ત્રમાં આવે છે કે
અરણ્યવાસમાં ફરતા ફરતા રામચંદ્રજી, સીતા અને લક્ષ્મણજીની સાથે એકવખત “પંપા” નામના સરોવરના કિનારે પહોંચ્યા. ત્યાં ફરતાં ફરતાં પાણી ઉપર અત્યન્ત ધીરે ધીરે ચાલતો અને પછી એક પગને ઉપર અધ્ધર કરી સ્થિર થયેલો, જાણે ધ્યાન કરતો હોય, તેવો એક બગલો જોયો, તે બગલાને જોઈને લક્ષ્મણ તરફ દૃષ્ટિપાત કરીને રામચંદ્રજી કહે છે કે- હે લક્ષ્મણ ? દેખો, આ બગલો નીચેના જીવોની અનુકંપા વડે ધીરે ધીરે પાણી ઉપર પગ મુકે છે. ખરેખર આ બગલો કેટલો ધાર્મિક છે ? બીજા જીવોને દુઃખ ન થાય તેમ કેવી અને કેટલી દયા પાળે છે ?