________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા-૧૧-૧૨
૭૦૭ ટબો - જે પ્રાણી જ્ઞાનરહિત છઈ-સ્વહિત દશા ચિંતન પરિહર્યો છે જેણે, અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં તે રાતા છઈ, એકાંતે સ્વાભિગૃહીત હઠવાદમાં રક્તપરિણામી છઈ, બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકને રીઝવઈ, એહવા જે યતિસાધુ, વેશધારીયા, ન હોઈ નિજ મતને વિષે = તે જૈનમતનઈ વિષઈ, માતા ન હોઈ, પુષ્ટ ન હોઈ, II ૧૫-૧૧ ||
જે પ્રાણી પોતાની કપટદશાને જાણતા નથી, સ્યા પરમાર્ગે ? અજ્ઞાનરૂપ પડલઈ કરીને, અને વલી-પરના ગુહ્ય પારકા અવર્ણવાદ મુખથી બોલઈ જઈ ગુણનિધિ ગુણનિધાન, એહવા જે ગુરુ, તેહથી બાહિર, રહીનઈ, વિરૂઓ તે કહેવા યોગ્ય નહિ, એહવું નિજમુખથી બોલઈ જઈ, અસમંજસપણું ભાખે છે. તે પ્રાણીનઈ. I ૧૫-૧૨ |
વિવેચન - જે આત્માઓ આરાધક નથી, પણ સાધુવેશ પામીને (અથવા શ્રેષ્ઠ શ્રાવકકુળ પામીને) પણ વિરાધક છે. તે આત્મા કેવા હોય છે ? તે સમજાવે છે. અને અંતે સત્તરમી ગાથામાં કહેશે કે તેદ ચિત્તર પરિક્ર = આવા વિરાધક આત્માઓનો ત્યાગ કરવો. તેઓના પરિચયથી દૂર રહેવું.
१ जे प्राणी ज्ञान रहित छइ स्वहितदशाचिंतन परिहों छे जेणे, अज्ञानरूप जे हठवाद, तेहमां ते राता छई, एकांते स्वाभिगृहीत हठवादमां रक्तपरिणामी छइं, बाह्य कपटक्रिया करीने अनेक लोकने रीझवइ, एहवा जे यति-साधु, वेशधारीया, न होइ निजमतने विषे = ते जैनमतनइं विषई माता न होइ, पुष्ट न होइ. ॥१५-११ ॥
જે આત્માઓ શાસ્ત્રીય જ્ઞાનદશાથી રહિત છે. શાસ્ત્રાભ્યાસ કરતા-કરાવતા નથી, પઠન-પાઠનથી દૂર જ રહેનારા છે. અને તેના જ કારણે સ્વહિતદશાનું એટલે આત્માના કલ્યાણને કરનારી દશાનું ચિંતન-મનન, વૈરાગ્યમય પરિણતિ પરિહરી છે (ત્યજી દીધી છે) જેણે, એવા જે આત્માઓ છે. તથા અજ્ઞાનદશા એટલે વિપરીત માન્યતા રૂપ અજ્ઞાનતા, તે રૂપ જે હઠવાદ એટલે કદાગ્રહ = હું કહું તે જ સાચું છે. આવી એકાન્ત આગ્રહ દશાની પક્કડ રાખીને ફરે છે. કોઈથી દબાતા નથી અને જગતને દબાવતા અને દબડાવતા ફરે છે. હઠાગ્રહમાં અત્યંત રતિ = રક્ત છે. એટલે એકાન્ત પોતે સ્વીકારેલા હઠવાદમાં જ રંગાયેલા પરિણામવાળા છે. માયા કપટ કરવા પૂર્વક બીજા લોકો દેખે તેવી રીતે બાહ્ય ધર્મક્રિયાઓ કરીને અનેક લોકોને જે રીઝવે છે. ખુશ કરે છે. પોતાના તરફ આકર્ષે છે. બાહ્યભાવમાં જ જે રચ્યા પચ્યા છે. બાહ્ય આડંબરોનો જ જેને ઘણો પ્રેમ છે. આત્મદશાનું ભાન તો જેનાથી ઘણું દૂર છે.