Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦૬
ઢાળ-૧૫ : ગાથા-૧૧-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયને રાસ પરંતુ કેટલાક જીવો મોહનીય કર્મનો ક્ષયોપશમ કર્યા વિના પુણ્યની લાલસાથી, સાંસારિક સુખોની લાલસાથી અને માન-પ્રતિષ્ઠા મેળવવાના આશયથી, આવા પ્રકારની કોઈ પણ બાહ્ય સુખની ભૂખથી સાધુનો વેશ ધારણ કરે છે. અને પછી લોકરંજન માટે અથવા લોકો પોતાના તરફ વધારે આકર્ષાય તે માટે બાહ્યધર્મક્રિયા કરે છે. પરંતુ જ્ઞાનમાર્ગમાં બીલકુલ પ્રયત્નશીલ રહેતા નથી તેઓ આરાધક કહેવાતા નથી. તથા જે આત્માઓ વૈરાગ્યભાવથી સાધુતા પ્રાપ્ત કરે છે. પરંતુ પાછળથી શુભભાવે પણ બાહ્ય આરંભ-સમારંભમાં જોડાઈ જાય છે. તે તે ધારેલાં કાર્યો કરવા-કરાવવા દ્રવ્યના વ્યવહારમાં સીધેસીધા અથવા આડકતરી રીતે જોડાઈ જાય છે. આવી પ્રવૃત્તિઓ ગૃહસ્થોને માટે શુભ હોવા છતાં પણ સાધુ માટે બાધક છે. તે પ્રવૃત્તિઓ આકુળવ્યાકુળતામાં અને ક્લેશમાં જોડનાર છે. તેથી મુનિઓને તો જ્ઞાનમાર્ગ જ વધારે ઉપકારી છે. શાસ્ત્રવાચના લેવી અને આપવી અને તેના દ્વારા લોકોને શાસન પમાડવું એ જ સાચી શાસન પ્રભાવના છે. આ વાત હવે પછીની ગાથામાં ગંથકારશ્રી પોતે જ જણાવે છે. / રપપ છે નાણરહિત હિતપરિહરી, અજ્ઞાન જ હઠરાતા / કપટ ક્રિયાકરતા યતિ, ન હુંઈ નિજ મતિ માતા રે ||
શ્રી જિનશાસન સેવિઈ / ૧૫-૧૧ | કપટ ન જાણઈ રે આપણું, પરનાં ગુહ્ય તે ખોલઈ રે ! ગુણનિધિ ગુરુથકી બાહિરા, વિરૂઉં નિજમુખિં બોલાઈ રે
શ્રી જિનશાસન સેવિઈ ! ૧૫-૧૨ // ગાથાર્થ– જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે પ્રયત્નશીલ નથી, તેથી આત્મહિતનો ત્યાગ કરી, અજ્ઞાનદશામાં જ જે મસ્ત છે. કપટપૂર્વક જેઓ ક્રિયા કરે છે, તે મુનિઓ નિજમતને વિષે એટલે કે જૈનશાસનના માર્ગને વિષે પુષ્ટ નથી. (આરાધક નથી.) I ૧૫-૧૧ ||
પોતાની કપટમાયાને જે ન જાણે અને પારકાનાં ગુહ્ય એટલે અવર્ણવાદ મુખથી જે બોલે, ગુણોના ભંડાર એવા ગુરુમહાત્માઓથી જે દૂર ફરે, અને જે (દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્ર સંબંધી મનફાવે તેમ) વિપરીત પોતાના મુખથી પ્રરૂપણા કરે. તેઓ ત્યજવા જેવા છે. (તેનો ત્યાગ કરવો). / ૧૫-૧૨ /