Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦૪ ઢાળ-૧૫ : ગાથા૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પૂર્વક પરમાત્માના આ શાસનની (જિન આજ્ઞાની) આરાધના કરીએ. અહીં એક વાત બહુ જ માર્મિક રીતે સમજવાની છે કે જિનશાસન એટલે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા. તેઓશ્રીની વાણી એ જ જિનશાસન છે. તેથી તેઓની વાણી સાંભળવી, ભણવી-ભણાવવી. મનન કરવી, જીવનમાં ઉતારવી. તેનો પ્રચાર વિશેષ કરવો, લોકોના હૈયામાં જિનવાણી ઉતારવી એ જ જિનશાસનની આરાધના છે. શાસન પ્રભાવના છે. આપણે કલિકાલમાં બાહ્ય દેખાવ, બાહ્ય શોભા અને બાહ્ય આડંબર એ જ શાસન પ્રભાવના છે. આમ સમજી લીધું છે. તેથી અંતરશુદ્ધિ તરફ ન જતાં આપણે કલિકાલના પ્રતાપે બાહ્યભાવ તરફ ઘણા ચાલ્યા ગયા છીએ. વાચનાઓ બંધ થતી ગઈ છે. જ્ઞાનભંડારો શૂન્યદશામાં મુકાયા છે. જ્ઞાનીઓ પકવવાનો વ્યવહાર ઓછો થતો જાય છે. જ્ઞાનમાર્ગ ઘણો જ લુપ્ત થતો જાય છે. આ વાત અહીં ઘણી ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે. ૨૫૪ | વશ નિરુપક્રમ કર્મનઈ, જે પણિ જ્ઞાનવિહીના રે ! તે પણિ મારગમાં કહીયા, જ્ઞાની ગુરુપદ લીના રે !
શ્રી જિનશાસન સેવીએ / ૧૫-૧૦ || ગાથાર્થ– નિરુપમ (નિકાચિત) કર્મોના ઉદયની પરવશતાથી જે કોઈ જીવો જ્ઞાનવિનાના છે. તો પણ તે જીવો જો જ્ઞાની-ગીતાર્થ એવા ગુરુભગવંતોના ચરણકમલમાં લીન થયેલા હોય તો માર્ગમાં જાણવા. | ૧૫-૧૦ ||
ટબો- તાદશ સ&િયા-વસત્યાદિક, દોષ સહિત છછે, તે પણિ અજ્ઞાનક્રિયા સહિત છઈ, તાદ્રશ જૈનપ્રક્રિયાનો અવબોધ નથી પામ્યા, તે પણિ માર્ગમાંહે કહ્યા છઈ, સ્યા પરમાર્ગે ? જ્ઞાની તે જ્ઞાનવંત જે ગુરુ, તેહના ચરણકમલને વિષે એકાન્ત રક્ત પરિણામ છઈ. તે માટઈં- શ્રી જિનમાર્ગનહિ જ સેવીયે I ૧૫-૧૦ ||
વિવેચન- જેઓ તીવ્ર જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી વિશિષ્ટ એવું શાસ્ત્રીય જ્ઞાન પામ્યા નથી. તેઓ પણ જૈનશાસનના આરાધક બની શકે છે. તે કહે છે.
तादृश सत्क्रिया-वसत्यादिक, दोष सहित छइं, ते पणि अज्ञानक्रिया सहित छइं, तादृश जैन प्रक्रियानो अवबोध नथी पाम्या. ते पणि मार्गमांहे कह्या छइ. क्या परमार्थे ? ज्ञानी-ते ज्ञानवंत, जे गुरु, तेहना चरणकमलने विषे एकान्ते रक्त परिणाम છે. તે મદ૬ શ્રી નિનામાદિ ન લેવી ૨૫-૨૦ |