________________
ઢાળ- પંદરમી
નાણ સહિત જે આ મુનિવર, કિરિયાવંત મહંતો રે | તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણનો ન અંતો રે |
શ્રી જિનશાસન સેવિઈ || ૧૫-૯ || ગાથાર્થ જ્ઞાનગુણથી સહિત, અને ક્રિયાના પાત્ર, તથા મોટા ઉદાર ચિત્તવાળા એવા જે મુનિવર પુરુષો છે. તે (કર્મખપાવવામાં) સિંહની જેમ પરાક્રમી છે. તેહના ગુણનો કોઈ અંત નથી. જે ૧૫-૯ /
ટબો- જ્ઞાનસહિત જે મુનિવર સાધુ, ચારિત્રીયા-ક્રિયાપાત્ર છે, મહત-તે મોટા ચિત્તના ધણી છઈ, તે મૃગપતિ જીમ, સિંહ, પાખરિયા તે જીમ મહા પરાક્રમી હોય, તેહના ગુણનો અંત નથી, પરમાર્થે બહુ ગુણના ભાજન છઈ, તેમની પ્રશંસા કહી ન જાય. એ પરમાર્થ.
એહવા જ્ઞાનારાધક સુસાધુ જેહમાં છઈ, એહવું શ્રી જિન શાસન સેવિઈ. ભક્તિભાવપૂર્વક આરાધીયે. || ૧૫-૯ ||
વિવેચન– જ્ઞાનગુણ ચિત્તની શુદ્ધિ-વૃદ્ધિ કરનાર છે. મોહનો નાશ કરનાર છે. મિથ્યાવાસનાને છેદનાર છે. ખોટા સંસ્કારોનો ઉચ્છેદ કરનાર છે. સંવેગ-નિર્વેદ અને ત્યાગ-વૈરાગ્યને લાવનાર છે. તેથી તે સવિશેષે આદરવા લાયક છે. તેમ કહે છે
ज्ञानसहित जे मुनिवर-साधु, चारित्रीया-क्रियापात्र छे. महंत-ते मोटा चित्तना धणी छइ, ते मृगपति जिम, सिंह, पाखरिया ते जिम महापराक्रमी होय, तेहना गुणनो अंत नथी. परमार्थे बहुगुणना भाजन छइ, तेहनी प्रशंसा कही न जाय, ए परमार्थ.
જગતના જીવો બે પ્રકારના હોય છે. એક જ્ઞાની અને બીજા અજ્ઞાની, અહીં જ્ઞાની એટલે સમ્યકત્વપૂર્વકના જ્ઞાનવાળા, અને અજ્ઞાની એટલે જ્ઞાનવિનાના જડ જેવા અથવા જ્ઞાન હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયવાળા એટલે કે વિપરીત બોધવાળા. જે