Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦૦ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ગાથાર્થ– જ્ઞાન એ જીવનો પરમ શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાન એ ભવરૂપી સાગર તરવામાં “પોત” (વહાણ) સમાન છે. મિથ્યાત્વવાળી બુદ્ધિરૂપી અંધકારને છેદવા માટે જ્ઞાન એ મહાપ્રકાશ છે. તે ૧૫-૮ |
રબો - જ્ઞાન તે જીવનો પરમગુણ છઈ અપ્રતિપાતીપણા માટે, જ્ઞાન તે ભવાર્ણવમાં - ભવસમુદ્રમાં પોત-વહાણ સમાન છઈ. તરણતારણ સમર્થ. મિથ્યાત્વમતિરૂપ જે તિમિર-અંધકાર, તેહને ભેદવાને અર્થે જ્ઞાન તે મહાઉધોત છઈ. મોટા અજુઆલા સરખો કહ્યો છે. I ૧૫-૮ |
વિવેચન- જ્ઞાનગુણ કેટલો મહાન છે ? તે જુદી જુદી રીતે કહે છે.
ज्ञान ते जीवनो परमगुण छइ, अप्रतिपातीपणा माटे, ज्ञान ते भवार्णवमां-भवसमुद्रमां पोत-वहाण समान छइ, तरण-तारणसमर्थ. मिथ्यामतिरूप जे तिमिर-अंधकार, तेहनें भेदवानें अर्थे ज्ञान ते महाउद्योत छइ, मोटा अजुआला सरखो कह्यो छइ. ॥१५-८॥
૧ જ્ઞાન તે જીવનો પરમગુણ છે. પરમ એટલે પ્રધાનગુણ છે. કારણકે તે આવ્યા પછી અપ્રતિપાતી છે એટલે કે ચાલ્યો જતો નથી. સમ્યજ્ઞાન પામ્યા પછી જીવ મોહના ઉદયથી પડીને મિથ્યાત્વે આવે તો પણ એક કોડા કોડી સાગરોપમથી વધારે સ્થિતિબંધ ન કરે, તેનો અર્થ એ છે કે તે જીવને તેવો તીવ્ર આવેશવાળો પરિણામ થતો નથી. કારણ કે અંદર જ્ઞાનગુણ જાગૃત છે. આત્મજાગૃતિ ચાલુ જ રહે છે. માટે અપ્રતિપાતી હોવાથી પ્રધાન છે.
૨ જ્ઞાન એ ભવાર્ણવમાં એટલે કે ભવસમુદ્રમાં પોતસમાન છે. એટલે કે વહાણ સમાન છે. કારણ કે તરણતારણમાં સમર્થ છે. જેમ વહાણ-હોડી કે સ્ટીંબર, નદી કે સમુદ્રમાં પોતે પણ તરે છે. અને તેમાં બેઠેલા આશ્રિતોને પણ તારે છે. તેવી જ રીતે જ્ઞાનગુણ જેનામાં આવે છે. તે મહાત્મા પણ તરે છે. અને અન્યને પણ તારે છે. આમ તરણતારણમાં સમર્થ હોવાથી જ્ઞાન એ વહાણસમાન છે.
૩ મિથ્યાત્વવાળી જે બુદ્ધિ છે. તે એક પ્રકારનું તિમિર છે. વસ્તુતત્ત્વ વાસ્તવિક સમજવા દેતું નથી. અહંકારાદિ ભાવો કરાવે છે. કુદેવાદિમાં સુવાદિની બુદ્ધિ કરાવે છે. તેથી મહા ભયંકર અંધકાર છે. ભાવ અધિકાર છે. તે મિથ્યાત્વયુક્ત બુદ્ધિરૂપી જે તિમિર છે એટલે કે અંધકાર છે. તે અંધકારને ભેદવાને માટે જે જ્ઞાન છે તે મહાઉદ્યોત સમાન