Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૬-૭
૬૯૯ પરંતુ પરિણતિ દ્વારા પડ્યા ન હતા. સમ્યજ્ઞાન વિનાના જીવનું ભોગમાં આવું અલિપ્ત આચરણ સંભવતું નથી. તેથી જ્ઞાનગુણ એ શ્રેષ્ઠગુણ છે. અપ્રતિપાતી ગુણ છે. આ બાબતમાં ઉત્તરાધ્યાયનસૂત્રની પણ સાક્ષી આપતાં જણાવે છે કેउत्तराध्ययनेष्वऽप्युक्तम्
सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ वि । इय जीवो वि ससुत्तो, ण णस्सइ गओ वि संसारे ॥ १ ॥ ॥ १५-६ ॥ (આ ગાથા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ૬૧મા આલાવામાં છે.)
જેમ કપડાં સાંધવાની “સોય” જો દોરાની સાથે હોય તો કચરામાં પડી ગઈ હોય તો પણ ખોવાઈ જતી નથી. તેવી જ રીતે સૂત્રો ભણેલો જીવ સંસારમાં જવા છતાં પણ ક્યારેય ખોવાઈ જતો નથી. (ભાવાર્થ સુગમ છે.)
બૃહત્કલ્પના ભાષ્યમાં પણ આ જ અર્થ બીજી રીતે સમજાવ્યો છે. તે ગાથાઆ પ્રમાણે છે
किं गीयत्थो ? केवली चउविहे, जाणणे य कहणे य ।। તુજો રવો, મviતાયસ વનપયા / રૂતિ છે -૭ |
હે ભગવાન્ ! ગીતાર્થ એટલે શું ? ઉત્તર- ગીતાર્થ ચાર પ્રકારના છે. એક જ્ઞાનકેવલી, બીજા કથનકેવલી, ત્રીજા રાગ-દ્વેષના પ્રસંગોમાં તુલ્ય ચિત્ત હોય એવા અર્થાત્ વીતરાગ કેવલી અને ચોથા અનંતકાયનું વર્જન કરનારા કેવલી.
અહીં કેવલી ભગવાનું પણ જાણેલા ભાવોને વચનો દ્વારા જ બીજાને સમજાવે છે. અને શ્રુતજ્ઞાની પણ વચનો દ્વારા જ યથાર્થતત્ત્વ બીજાને સમજાવી શકે છે. તેથી
જ્યારે યથાર્થવ્રુતજ્ઞાની પ્રવચન કરતા હોય છે. ત્યારે “જાણે કેવલી ભગવાન જ બોલી રહ્યા છે” એવો અનુભવ શ્રોતાઓને થાય છે. તેથી શ્રુતજ્ઞાનીને પણ કેવલીપણાનો આરોપ કરાય છે. માટે જ્ઞાનગુણ એ આત્મપરિણતિ સુધારનાર હોવાથી અને આત્મપરિણતિ સુધરે એટલે પ્રવૃત્તિ તો આપોઆપ જ સુધરી જતી હોય છે. તેથી જ્ઞાનગુણ એ સર્વશ્રેષ્ઠ અને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. રપ૧-૨૫૨
નાણ પરમ ગુણ જીવનો, નાણ ભવનવપોત ! મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત / ૧૫-૮
(PI) ૨૨