Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૯૮
ઢાળ-૧પમીના દુહા : ગાથા-૬-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ज्ञान, ते सम्यदर्शन सहित ज आवई, ते पाम्या पछी मिथ्यात्वमांही आवइं, तो पणि १ एक कोडाकोडी उपरांत कर्मबंध जीव न करइ, "बंधेण न बोलइ कयावि" त्ति वचनात्, ए अभिप्रायइं नंदिषेणनई अधिकारइं “महानिशीथई" ज्ञानगुणइं अप्रतिपाती कहिओ छइ.
જ્ઞાન એટલે અહીં સમ્યજ્ઞાન લેવું, તે સમ્યગ્દર્શન થયા પછી જ થાય, સમ્યગ્દર્શને આવે છતે જ તે આવે છે. જીવમાં રહેલી તત્ત્વો બાબતની જે યથાર્થ સમજણ છે. તે જ્ઞાનગુણ છે. પરંતુ નિરંતર તેના અભ્યાસથી અને સદ્ગુરુઓના સહવાસથી દર્શન સપ્તકનો ક્ષયોપશમ થવાથી સમ્યકત્વગુણ આવે છે. તે આવવાથી તત્ત્વોની શ્રદ્ધા સાચી અને તથ્ય= યથાર્થ બની જાય છે. વીતરાગ પરમાત્માની વાણી સાંભળવાથી અને તેના પ્રત્યે રૂચિ-પ્રીતિ-વિશ્વાસ કરવાથી સાચી દિશા ખુલતી જાય છે. ખોટી સમજ દૂર થતી જાય છે. સમ્યક્ત રહિત અવસ્થામાં જે જે બોધ હોય છે. તે બોધ મિથ્યા કહેવાય છે. તેથી જ તેને અજ્ઞાન કહેવાય છે.
સમ્યજ્ઞાનપૂર્વકની આત્માની જે દૃષ્ટિ છે. તે વિશુદ્ધિ કરાવે છે. નિર્મળતા લાવે છે. શુદ્ધબુદ્ધિ કરાવે છે. આત્માનું હિત કરવાનું લક્ષ્ય આપે છે. પાપો ન કરવાના પરિણામ જન્માવે છે. અને કદાચ કારણવશાત્ કોઈ પાપ થઈ જાય તો પણ ક્રૂર અને નિર્ધ્વસ પરિણામ આવતા નથી. એટલું જ નહીં પરંતુ કદાચ સમ્યકત્વ ચાલ્યું જાય અને આ જીવ ફરીથી મિથ્યાત્વે આવે તો પણ વિંધાયેલા મોતીની જેમ ફરીથી પૂર્વ અવસ્થા જેવો (તીવ્ર મિથ્યાત્વ વાળો) પરિણામ બનતો નથી. આ કારણથી જ સમ્યકત્વથી પડીને આવેલા જીવો (દેશોન) એક કોડાકોડી સાગરોપમથી અધિક કર્મબંધ કરતા નથી. આગમ શાસ્ત્રોમાં પણ કહેલું છે કે “પડેલો જીવ બંધ વડે ક્યારેય પણ ઓળંગતો નથી.”
આ જ અભિપ્રાયથી મહાનિશીથસૂત્રમાં નંદિષેણ મુનિના અધિકારમાં “જ્ઞાનગુણને” અપ્રતિપાતી ગુણ કહ્યો છે. શ્રેણીક મહારાજાના પુત્ર નંદિષેણ મુનિ દીક્ષા લીધા પછી ઘણા જ્ઞાની-ત્યાગી અને વૈરાગી બન્યા. સંયમ અને તપધર્મની સુંદર આરાધના કરતા હતા. એક વાર ભોગાવલી (મોહનીય) કર્મના ઉદયથી સંયમથી પડ્યા. તો પણ વેશ્યાના મંદિરે આવતા દશ જણને દરરોજ પ્રતિબોધ કરીને પછી જ ભોજન કરતા હતા. આટલી જાગ્રતિ એ જ્ઞાન ગુણનો પ્રતાપ છે. આ દશા તેમની સુંદર સમજને આભારી છે. તેમના જ્ઞાનગુણની આ બલિહારી હતી. કાયા દ્વારા સંયમથી પડ્યા હતા.