Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૫ : ગાથા-૯ જીવો ઘણા જ્ઞાનવાળા હોય, શાસ્ત્રીયબોધવાળા હોય, પરંતુ મિથ્યાત્વમોહના ઉદયવાળા હોવાથી જ્ઞાનનો ઉપયોગ વિપરીત રીતે કરનારા હોય અથવા સમ્યક્ટ્રકારે ઉપયોગ ન કરનારા હોય, આત્માના કલ્યાણમાં જ્ઞાનને વાપરનારા ન હોય, જ્ઞાનનું ફળ જે ત્યાગ તપ-વૈરાગ્ય આદિ ગુણો પ્રાપ્ત કરવાનું છે. તે ફળ અપાવનારૂં જે જ્ઞાન ન હોય, કેવળ અહંકારાદિભાવવાળુ જ હોય તો તે જ્ઞાન હોવા છતાં પણ જીવ અજ્ઞાની કહેવાય છે. જેમ ધનવાન માણસ પાસે ધન હોય, છતાં તેનો અવસરે પણ ઉપયોગ ન કરે તો ધન અને કાંકરામાં કંઈ ફરક ન હોવાથી ધન હોવા છતાં દરિદ્રી જ કહેવાય છે. તેમ અહીં જાણવું. આ રીતે જીવો જ્ઞાની અને અજ્ઞાની બે જાતના હોય છે.
જ્ઞાની આત્માઓ પણ બે પ્રકારના હોય છે. એક અપ્રમત્તભાવે ધર્મક્રિયામાં લયલીન, અને બીજા પ્રમત્તભાવને આધીન થયા છતા મંદક્રિયાવાળા, તથા અજ્ઞાની (જ્ઞાન રહિત એવા અજ્ઞાની) જીવોમાં પણ કેટલાક વિનેયરત્નની જેમ અપ્રમત્તભાવે ક્રિયા કરવામાં તત્પર અને કેટલાક મંદ ધર્મક્રિયાવાળા અથવા ધર્મક્રિયા વિનાના. અલ્પજ્ઞાનવાળા જીવોમાં પણ કોઈક સ્વછંદપણે વર્તનારા અને કોઈક ગીતાર્થજ્ઞાનીને અનુસરનારા, આમ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો આ સંસારમાં હોય છે. આ સઘળા જીવોમાંથી જે સમ્યકત્વગુણ પૂર્વકના જ્ઞાનવાળા છે. અને અપ્રમત્તભાવે ધર્મક્રિયાઓને સેવનારા છે. તથા મહંત છે. એટલે ચિત્તના ઉદાર છે. ઉદાર ચિત્તવાળા છે. સામેના જીવના અનેક અપરાધો હોવા છતાં ક્ષમાના મહાસાગર થઈ ક્ષમા આપનારા છે. અને પોતે નાનો પણ અપરાધ સેવાઈ ગયો હોય તો ક્ષમા માગનારા છે. તે મહામુનિવરો છે. અને કર્મોની સામે યુદ્ધ ખેલવામાં સિંહની જેમ મહાપરાક્રમી છે. તે મહામુનિઓના ગુણોનો કોઈ અંત જ નથી. અખુટ ગુણભંડાર છે. અનંત ગુણોના સ્વામી છે. પરમાર્થથી કહીએ તો તેઓ બહુગુણોનું ભાજન છે. તેમના ગુણોની પ્રશંસા પુરેપુરી સેંકડો ભોથી પણ કરી શકાતી નથી. એવો ભાવાર્થ છે.
एहवा ज्ञानाराधक सुसाधु जेहमां छइ, एहवं श्री जिनशासन सेवीइं, ભવિતાવપૂર્વક મારાથી છે૨૫-.
આવા પ્રકારના જ્ઞાનગુણના આરાધક, તથા સાથે સાથે અપ્રમત્ત ભાવે ચારિત્રમાર્ગના અને ક્રિયામાર્ગના પણ આરાધક, દિલાવર દીલવાળા અને સારી સાધનાવાળા મહામુનિવર પુરુષો જે શાસનમાં શોભી રહ્યા છે. આવું અભૂત, ગુણી પુરુષોરૂપી રત્નોનું મહાસાગર એવું જિનશાસન પ્રાપ્ત થવું એ મનુષ્ય જીવનનો અપૂર્વ લ્હાવો છે. ફરીથી મળવું ઘણું જ દુષ્કર છે. તેવા જિનશાસનની સેવા કરીએ. ભક્તિભાવ