Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૯૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧પમીના દુહા : ગાથા-૨ હોવાથી, અનેક ઉપાધિયો યુક્ત હોવાથી અને પરાધીન તથા દુઃખદાયી હોવાથી સુખ જ નથી. ગુણોનો જે આનંદ છે. તે જ નિરાકુલતાદિ ભાવોથી યુક્ત હોવાથી તે જ પરમસુખ છે. દ્રવ્યાનુયોગની રસિકતા-લયલીનતા, એ પણ નિરાકુલતા આદિ ભાવોથી યુક્ત હોવાથી પરમપદના સુખની અનુભૂતિરૂપ છે. ગુણોનો આનંદ આ દ્રવ્યાનુયોગથી પ્રાપ્ત થાય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસની લીનતા તો શુક્લધ્યાન પણ પ્રાપ્ત કરાવે છે. આ આત્માને શાશ્વત સુખનો ભોક્તા બનાવે છે. II ૨૪૬ II મધ્યમ કિરિયારત હુઈ, બાલક માનઈ લિંગ | ષોડશકઈ ભાખિઉં ધુરઈ, ઉત્તમ જ્ઞાન સુરંગ / ૧૫-૨
ગાથાર્થ– મધ્યમબુદ્ધિવાળા જીવો ક્રિયામાં રક્તતા દેખે છે. બલબુદ્ધિવાળા જીવો બાહ્યલિંગને માનનારા હોય છે. પરંતુ ઉત્તમપુરુષો જ્ઞાનની લીનતામાં જે સારો રંગ છે. તેને દેખનારા હોય છે. આ પ્રમાણે ષોડશકજીમાં કહ્યું છે. તે ૧૫-૨ છે.
ટબો- “એક દ્રવ્યાનુયોગમાંહિ જે રંગ ધરાઈ, તેહ જ પંડિત કહિઈ,” એહવું અભિયુક્ત સાખિ સમર્થઈ છઈ. થોડવેર ચેમ્
बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । મારામતીર્વ તુ યુથ , પરીક્ષ સર્વયત્નન ૨૧-૨ છે.
વિવેચન– આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ જીવને અત્યંત ઉપકારક છે. આ વિષયના અભ્યાસી જ સાચા પંડિત છે. તે વિષય ઉપર ભાર પૂર્વકની શાસ્ત્રસાક્ષી સમજાવે છે કે
एह द्रव्यानुयोगमांहि जे रंग धरइं, तेह ज पंडित कहिइं, एहवं अभियुक्त साखिं समर्थइ छइ
આ દ્રવ્યાનુયોગના અભ્યાસમાં જે મહાત્મા પુરુષો ઉત્સાહ ધારણ કરે છે. તે જ સાચા પંડિતપુરુષો કહેવાય છે. આવા પ્રકારનું આગ્રહવાળું (ભાર પૂર્વકનું) આ વચન, સાક્ષીપાઠ આપવા દ્વારા સમર્થિત કરે છે. તે જ સાચા વિદ્વાન પુરુષો છે કે જે મોહના વિષને ઉતારનારા એવા દ્રવ્યાનુયોગના અભ્યાસમાં રચ્યા પચ્યા રહે છે. આ બાબતમાં પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીના બનાવેલા ષોડશકજીની સાક્ષી આપતાં જણાવે છે કે