________________
૬૯૨
ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ षोडशकवचनं चेदम्
बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । માનતત્ત્વ તુ સુથા, પરીક્ષત્તિ સર્વયત્નર | ૨૫-૨ |
બાલબુદ્ધિવાળા જીવો બાહ્યલિંગથી જ સારાસારનો વિવેક કરે છે. મધ્યમબુદ્ધિવાળા જીવો બાહ્ય આચરણા=ક્રિયામાર્ગને જોઈને સારાસારનો નિર્ણય કરે છે. પરંતુ પંડિત પુરુષો પોતાના સર્વપ્રકારના પ્રયત્ન વડે આગમતત્ત્વનો અભ્યાસ દેખવા દ્વારા સારાસારનો વિવેક કરે છે. બાલ જીવો સાધુના બાહ્યવંશમાત્રથી તે જીવને સાધુ માની લે છે. અને વંદન-પૂજન આદિના વ્યવહાર કરે છે. મધ્યમબુદ્ધિવાળા જીવો તેઓની બાહ્યક્રિયા-ત્યાગતપ-સદાચારપાલન આદિ દેખીને સાધુ માની લે છે. અને તેવા સાધુને વંદન-પૂજન આદિ કરે છે. પરંતુ બુધપુરુષો તો તે જીવમાં આગમશાસ્ત્રોનું જ્ઞાન કેટલું છે ? તેનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કેટલો છે ? તજ્જન્ય સંવેગ-વૈરાગ્ય પરિણામ કેટલો છે ? શાસ્ત્રાર્થનો અનુભવ તે જીવમાં કેટલો છે ? આ બધું સઘળા પ્રયત્નપૂર્વક દેખે છે. તે દેખ્યા પછી જ નમન-પૂજન વંદનાદિ કરે છે અને તેવા મહાત્મા પ્રત્યે પરમ સમર્પણભાવ ધારણ કરે છે. તે ૨૪૭ / નાણરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભ નાણ ! યોગદૃષ્ટિસમુચ્ચયે કહિઉં, અંતર ખજુઆ-ભાણ ૧૫-૩
ગાથાર્થ– જ્ઞાન વિનાની કેવલ એકલી જે શુભક્રિયા, અને ક્રિયા વિનાનું કેવળ એકલું જે શાસ્ત્રજ્ઞાન, આ બન્નેની વચ્ચે આગીયા અને સૂર્યના જેટલું અંતર છે. એમ યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે. જે ૧૫-૩ /
ટબો- જ્ઞાનરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભજ્ઞાન, યોગદષ્ટિ સમુચ્ચયમાં ગ્રન્થનઈ વિષઈ કહિઉં છઈ, જે આંતરઉં જેતલઉં ખજુઆ અનઈ ભાણ કહિઇ સૂર્ય. I ૧૫-3
વિવેચન- જ્ઞાન વિનાની ક્રિયા અને ક્રિયા વિનાના જ્ઞાનમાં કેટલું અંતર છે. તે સમજાવે છે.
ज्ञानरहित जे शुभक्रिया, क्रियारहित शुभज्ञान, योगदृष्टि समुच्चयमां ग्रन्थनइं विषई कहिउं छइ, जे आंतरउं, जेतलडं खजुआ, अनइं भाण कहिइं सूर्य. ॥१५-३॥