Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫
૬૯૫ હવે ક્રિયા વિનાનું કેવળ એકલું જ્ઞાન અંદરની આત્મપરિણતિને પવિત્ર કરનારું છે. તેથી સૂર્યના પ્રકાશ સમાન છે. તથા જેના જીવનમાં જ્ઞાન પરિણામ પામ્યું છે. તેના જીવનમાં લોકોથી અગમ્ય એવી ઘણી-ઘણી ધર્મ ક્રિયા આવે જ છે. પણ સ્કૂલદષ્ટિવાળા જીવો તે ક્રિયાને જોઈ શકતા નથી, જેના જીવનમાં સાચો જ્ઞાન માર્ગ વ્યાપેલો છે. તે જીવ અભક્ષ્ય-અનંતકાયના ભોજનનો ત્યાગી હોય છે. વ્યભિચારાદિ દોષોનો ત્યાગી હોય છે. નીતિ-નિયમોને ઘણુ જ પાલન કરનારો હોય છે. પ્રમાણિકતા તો તેની જીવનની સહચારિણી બની હોય છે. સત્ય જીવન જીવવું, કોઈને દુઃખ ન આપવું, મનમાં વેરઝેર ન રાખવું. લાંબો સમય ખ-દાઝ ન રાખવી. કોઈનું અહિત ન કરવું, અસભ્ય વાણી-વર્તન ન રાખવાં, અનુચિત આચરણ ન આચરવું, શરીરની શોભાટાપટીપ ન કરવી, પૌગલિક પદાર્થોનો ઘણો મોહ ન રાખવો, શરીરવિભૂષા ન કરવી. ઈત્યાદિ આવા પ્રકારની ઘણી ઘણી આન્તરિક ધર્મક્રિયાઓ પણ આત્મ સાક્ષાત્કાર થઈ હોય છે. પરંતુ આવી ક્રિયાઓને બાહ્ય સ્થૂલદૃષ્ટિવાળા જીવો જોતા જ નથી અને તેથી તેઓ જ્ઞાનીઓની નિંદા જ કરતા ફરતા હોય છે. જ્ઞાનીઓમાં તે ક્રિયા ઓછી જોવા મળે છે કે જેમાં સમય આપવો પડતો હોય છે. અથવા શરીરની કૃશતા થાય તેવાં તપાદિ અનુષ્ઠાનો ઓછાં હોય છે. જ્ઞાનમાર્ગની લગની લાગી હોવાથી જેમાં સમય આપવો પડે તેવાં અનુષ્ઠાનો ચૂન હોય છે. છતાં તે અનુષ્ઠાનો ન કર્યાની વેદના જરૂર હોય છે. કારણ કે અંદરની પરિણતિ નિર્મળ બનેલી છે. તેથી તે જ્ઞાનમાર્ગ સૂર્યના પ્રકાશની જેમ અધિક પ્રકાશ કરનાર છે તીર્થયાત્રા, ઉજમણાં, ઉપધાન, છરી પાળતા સંઘ, ઓચ્છવ-મહોત્સવ. પૂજાઓ ભણાવવી ઈત્યાદિ ધર્મ અનુષ્ઠાનો કે જેમાં સમય આપવો પડે છે. તે ક્રિયાઓ તેમના જીવનમાં ન્યૂન હોય છે (જો કે તો પણ ઉચિત એવાં અલ્પ આ અનુષ્ઠાનો પણ હોય જ છે. અધિપ્રમાણપણે નથી હોતાં. તેને બદલે પઠન-પાઠન, વાંચન સંશોધન, લેખન, ગ્રંથરચના ઈત્યાદિ ક્રિયામાર્ગ સવિશેષ હોય છે) પણ કલિયુગમાં આ ક્રિયાને ક્રિયામાર્ગ કોઈક વિરલા પુરુષ જ સમજી શકે છે. તથા જ્ઞાન માર્ગમાં, સંશોધનાદિ કાર્યમાં, ભણવા-ભણાવવાના કાર્યમાં શરીર સાથ આપે એટલે ઉપવાસ-છ-અટ્ટમ આદિ તપક્રિયાનું સેવન ઓછુ પણ હોય છે. જે તુરત દૃષ્ટિગોચર થાય છે. પરંતુ વિગઈઓનો યથાયોગ્ય ત્યાગ, અલ્પદ્રવ્યોનું સેવન, સરસનિરસ ભોજનમાં સમવૃત્તિ, રસગારવ કે ભોજનની લોલુપતાનો ત્યાગ ઈત્યાદિ આન્તરિક ક્રિયા હોય જ છે. પરંતુ તે ક્રિયા લોકોને દૃષ્ટિગોચર થતી નથી. તેથી ક્રિયાહીનતા દેખાય છે. આ સમ્યજ્ઞાનથી પરિણત થયેલા આત્માના જ્ઞાનની વાત છે.