________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫મીના દુહા : ગાથા-૪-૫
૬૯૩ જે જે આત્માઓ શાસ્ત્રજ્ઞાન પામ્યા નથી અને ધર્મ ક્રિયાઓ કરે છે તે જીવો, તથા જે જે આત્માઓ શાસ્ત્રજ્ઞાન બહુ જ સૂક્ષ્મ રીતે પામ્યા છે. પરંતુ ક્રિયાના વ્યવહારથી રહિત છે તે જીવો. આ બન્ને જીવોની વચ્ચે જે આંતરુ છે. તે આંતરુ કેટલું છે? તે વાત એક ઉદાહરણથી સમજાવે છે. ખજુઆ (આગીયો) અને ભાણ કહેતાં સૂર્યમાં જેટલું અંતર છે. અર્થાત્ ખજુઆ અને સૂર્યની વચ્ચે જેટલું અંતર છે. તેટલું અંતર આ બન્ને પ્રકારના જીવો વચ્ચે જાણવું. ખજુઆનું તે જ અલ્પ છે અને સૂર્યનું તેજ અધિક છે. તેમ જ્ઞાનરહિત ક્રિયાનું તેજ અલ્પ છે અને ક્રિયારહિત જ્ઞાનનું તેજ અધિક છે. આ વાત હવે પછીની બે ગાથામાં વધારે સ્પષ્ટ સમજાવાશે. / ૨૪૮ | ખજુઆ સમી ક્રિયા કહી, નાણ ભાણ સમ જોઈ ! કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ | ૧૫-૪ || ક્રિયામાત્ર કૃત કર્મખય, દદુર ચુન સમાન | ગ્યાન કિઉ ઉપદેશપદિ, તાસ છાર સમ જાન / ૧૫-૫ ||
ગાથાર્થ– (જ્ઞાન વિનાની) એકલી ક્રિયા આગીયા સમાન કહી છે. અને (ક્રિયા વિનાનું) એકલું જ્ઞાન સૂર્યસમાન કહ્યું છે. આમ શાસ્ત્રોમાં કહેલું છે. પરંતુ કલિયુગમાં આટલું મોટું અંતર કોઈક વિરલા પુરુષો જ જાણે છે. સમજી શકે છે. ૧૫-૪ /
ક્રિયામાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય, દેડકાંના ચૂર્ણસમાન જાણો. અને જ્ઞાન વડે કરાયેલો કર્મોનો ક્ષય તે દેડકાંની રખ્યા સમાન જાણો એમ ઉપદેશપદાદિ ગ્રંથોમાં કહ્યું છે. તે ૧૫-૫ ||
આ બન્ને ગાથાઓ બહુ જ સ્પષ્ટ હોવાથી તે બે ગાથા ઉપર વિશેષ ટબો જણાતો નથી. પરંતુ આ વિષયને સ્પષ્ટપણે સમજાવતી સાક્ષીભૂત બનેમાં એક એક ગાથા જ ફક્ત છે. તે સાક્ષીભૂત ગાથાઓ આ પ્રમાણે છે
तात्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ २२३ ॥
ફત્યાદ્રિ શ્રીયોર્ટિસમુથે | ૨-૪ | मंडुक्कचुन्नकप्पो, किरियाजणिओ खओ किलेसाणं । तद्दड्ढचुन्नकप्पो, नाणकओ तं च जाणए ॥
| રતિ ૩પશહચે ઉતર્થસંદઃ | ૨૧-૧