Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા૧૮-૧૯
૬૮૯ કુશાસ્ત્રોની સંગતિ પામ્યા છતા અજ્ઞાની અને અહંકારી થયેલા હોવાથી સાચુ યથાર્થતત્ત્વ સમજવા શક્તિમંત જ નથી. આમ માનીને ત્યાં પણ હૈયામાં તેઓ ઉપર ભાવકરૂણા રાખીને અમે તેઓની અવગણના કરી છે. અને સાપેક્ષવૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને લક્ષ્યમાં રાખીને આ વર્ણન કર્યું છે. અમને આવા પ્રકારના કદાગ્રહી જીવો પ્રત્યે પણ અંતર્લેષ નથી. || ૨૪૪ .
जेह ए अर्थ दिन दिन प्रति, द्रव्य गुण विचाररूप भावस्यइं ते यशनी सम्पदा प्रति, पामस्यइं, तथा सघलां सुख प्रति पामस्यइं निश्चये ॥ १४-१९ ॥
જે મહાત્મા પુરુષો દ્રવ્ય ગુણ અને પર્યાયના વિચારો રૂપ આ અર્થને (દિન દિનપ્રતિ) દરરોજ ચિંતન મનન દ્વારા ભાવશે. તેના સૂક્ષ્મવિચારો કરી મનમાં તત્ત્વને સ્થિર કરી અજ્ઞાનદશા અને મિથ્યાત્વદશાને દૂર કરશે. તે મહાત્મા પુરુષો ગીતાર્થ થયા છતા, અનેક અનુયાયી જીવોને સમ્યજ્ઞાનનું દાન-પ્રદાન કરતા છતા, સ્વનો અને પરનો ઉપકાર કરવા દ્વારા ઉજવળ યશની સંપત્તિને પામનારા થશે. જે સાચુ ભણે છે. સાચું જાણે છે. અને સાચું જાણીને જીવનમાં ઉતારવા દ્વારા સ્વઉપકાર કરે છે. તથા પોતાને અને અન્ય જીવોને આવા પ્રકારનું સમ્યજ્ઞાન આપવા દ્વારા પરોપકાર કરે છે. તેઓની પોતાની યશ-પ્રસિદ્ધિ આદિ મેળવવાની ઈચ્છા ન હોવા છતાં પણ તેઓની યશકીર્તિપ્રશંસા આપોઆપ ચારે દિશામાં ફેલાય જ છે.
તથા લાગણી પૂર્વક પરોપકાર કરવારૂપ શુભયોગથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરીને આ ભવમાં અને ભવાન્તરમાં આત્મસાધના માટેની પણ ઉંચી સ્થિતિ પામે છે આ રીતે રત્નત્રયીની આરાધના કરવા દ્વારા કર્મોની નિર્જરા કરવા વડે નિશ્ચય કરીને આત્મિકગુણોના અનંતસુખને તેવા જીવો પામે જ છે. તેમાં કોઈ સંદેહ નથી.
તે નહટ્ટ ના સંપા” આ પદમાં લખેલા ગણ શબ્દ વડે ગર્ભિતપણે ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું નામ પણ સૂચવ્યું છે. જે ર૪૫
ચૌદમી ઢાળ સમાપ્ત