________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પર્યાયો પણ ક્ષયોપશમભાવે જીવદ્રવ્યના જ પર્યાયો છે. કેવલજ્ઞાનાદિમાં પણ પ્રતિસમયે શેય ભાવોને જાણવા રૂપે જે પર્યાયાન્તર થાય છે. તે પણ દ્રવ્યના જ પર્યાયો છે. આ રીતે પર્યાયોનો આધાર દ્રવ્ય છે. ગુણો નથી. હંમેશાં પર્યાયો દ્રવ્યવૃત્તિ છે. ગુણવૃત્તિ નથી. “નિર્ગુના: મુળા:'' દ્રવ્યના આશ્રયે ગુણોનું પરિવર્તન થાય છે. પરંતુ દ્રવ્યનું પરિવર્તન જુદુ અને ગુણોનું પરિવર્તન જુદુ આમ નથી. તેથી દ્રવ્યના જ પર્યાયો છે. ગુણોને પર્યાયો હોતા નથી. છતાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ જે બે ભેદ દેવસેનજી જણાવે છે તે બરાબર નથી અને ગુણોના વિકારો તે પર્યાય આવી વ્યાખ્યા દિગંબરાસ્નાયમાં જે જણાવી છે. તે વ્યાખ્યા પણ બરાબર નથી. આવું પરસ્પર વિરુદ્ધ ભાષણ જે કરે છે. તે તેઓની અનભિજ્ઞતા સૂચવે છે. ॥ ૨૪૩ ॥
ઢાળ-૧૪ : ગાથા-૧૮-૧૯
ઈમ દ્રવ્યાદિક પરખિઆ, રાખી ગુરુઆણ | ઉવેખી બહુ તનુમતિ, અવગણિઅ અજાણ ॥
શ્રી જિનવાણી આદરો ॥ ૧૪-૧૮ ॥
જે દિન દિન ઈમ ભાવસ્યઈ, દ્રવ્યાદિ વિચાર । તે લહસ્યઈ જસ સંપદા, સુખ સઘલા સાર | શ્રી જિનવાણી આદરો || ૧૪-૧૯ ||
૬૮૭
ગાથાર્થ આ પ્રમાણે દ્રવ્યાદિની (દ્રવ્ય-ગુણ-પર્યાયની) પરીક્ષા કરી, ગુરુપરંપરાની આજ્ઞાનુસાર અમે આ કથન કર્યું. અતિશય અલ્પમતિવાળા જીવોની ઉપેક્ષા કરીને અને અજ્ઞાની (કદાગ્રહી) જીવોની અવગણના કરીને આ કથન અમારા વડે કરવામાં આવ્યું છે. || ૧૪-૧૮ ॥
જે જે આત્માઓ પ્રતિદિન દ્રવ્યાદિના આ વિચારોને (ભાવોને) આ પ્રમાણે ભાવશે. તે તે આત્માઓ યશની સંપદા તથા સઘળાં સારભૂત સુખો નિશ્ચયથી પામશે. (તેમાં સંદેહ નથી.) || ૧૪-૧૯ |
ટબો– ઈમ દ્રવ્ય ગુણ પર્યાય પરખ્યા, સ્વરૂપ-લક્ષણ-ભેદાદિકઈ કરી, ગુરુઆણ ક. પરંપરાની આજ્ઞા રાખીનŪ, ઘણા તનુમતિ-જે તુચ્છ બુદ્ધિના ઘણી, તેહનઇં ઉવેખીનઇં, અજાણ-જે કદાગ્રહી, તેહનઈં અવગણીનઇં નિરાકરીનઈં. ॥ ૧૪-૧૮ ||