________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૧૭
૬૮૫ ગાથાર્થ– ગુણોના વિકારો તે પર્યાય કહેવાય, એમ કહીને તે પર્યાયના દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ ભેદોને કહેતા, મહંત એવા તે દેવસેન આચાર્ય મનમાં શું જાણે છે ? અર્થાત્ કંઈ જાણતા નથી. તે ૧૪-૧૭ //
ટબો- “ગુણવિહાર: પર્યાયાઃ” ઈમ કહીનઇ, તેહના ભેદનઈ અધિકારઈ “તે પર્યાય દ્વિભેદ-દ્રવ્યપર્યાય ગુણપર્યાય ઈત્યાદિક કહતો નય વિવાર તેવસેન મનમાંહિં ચું જાણઈ છઈ ? અર્થાત્ કાંઈ જાણતો નથી. પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી, તે માર્ટિ-દ્રવ્યપર્યાય જ કહવા. પણિ ગુણપર્યાય જુદો ન કરવો. એ પરમાર્થ. I ૧૪-૧૭ II”
વિવેચન- નયચક્રગ્રંથમાં તે ગ્રંથના કર્તા પર્યાયની જે વ્યાખ્યા કરે છે તેના કરતાં તેના જે ભેદો પાડે છે. તે જુદા પડે છે. પર્યાયના ભેદોમાં પર્યાયની વ્યાખ્યા લાગુ પડતી નથી. તેથી પૂર્વાપર વિરુદ્ધ ભાષણ થવાથી પર્યાયની વ્યાખ્યા સાચી નથી. તે જણાવતાં કહે છે
"गुणविकाराः पर्यायाः" इम कहीनई, तेहना भेदनई अधिकारइं "ते पर्याय द्विभेद"-द्रव्यपर्याय गुणपर्याय. इत्यादिक कहतो नयचक्रकर्ता दिगंबर देवसेन मनमांहिं स्यूं जाणइ छइ ? अर्थात् कांइ जाणतो नथी. पूर्वापर विरुद्ध भाषणथी, ते माटिं द्रव्यपर्याय ज कहवा. पणि गुणपर्याय जुदो न कहवो. ए परमार्थ. ॥ १४-१७ ॥
નયચક્ર” ગ્રંથના કર્તા, દિગંબરાન્ઝાયમાં થયેલા આચાર્ય દેવસેનજી પર્યાયનું જ્યારે લક્ષણ જણાવે છે. ત્યારે “શુવિહાર: પર્યાયઃ” ગુણોના જે વિકારો તે પર્યાય, અર્થાત્ ગુણોની હાનિ-વૃદ્ધિ, અથવા ગુણોનું જે રૂપાન્તર થવું તે પર્યાય કહેવાય છે. આવી વ્યાખ્યા આપે છે. આ વ્યાખ્યામાં “ગુણોના વિકારો” આમ કહ્યું હોવાથી આ વ્યાખ્યા ઉપરથી એવું સમજાય છે કે પર્યાયો ગુણોના જ થાય છે. (એટલે કે દ્રવ્યમાં પર્યાયો થતા નથી). કારણકે ગુણોના જ વિકારોને પર્યાય તરીકે જણાવે છે એટલે તેમાં દ્રવ્યોના વિકારો તે પર્યાય કહેવાય. આ અર્થ આવતો જ નથી. અને વળી જ્યારે પર્યાયના ભેદ જણાવે છે. ત્યારે લખે છે કે પર્યાયના બે ભેદ છે. એક દ્રવ્યપર્યાય અને બીજો ગુણપર્યાય.
હવે જો ગુણોમાં જ પર્યાયો થતા હોય તો ગુણપર્યાય જ હોવા જોઈએ પણ દ્રવ્યપર્યાય ન હોવા જોઈએ. અને જો દ્રવ્યના પર્યાય તથા ગુણના પર્યાય એમ પર્યાયના બે પ્રકાર હોય તો “ગુણવિકાર તે પર્યાય” આવી વ્યાખ્યા ન કરવી જોઈએ. પણ