________________
ઢાળ-૧૪ : ગાથા-૧૫-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આપરમાણ્વન્ત ભંગ થઈને કાર્યને અનુરૂપ વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ ઉત્પન્ન થયા બાદ અણુઓ પરસ્પર મળવાથી કાર્ય (પર્યાય) ઉત્પન્ન થાય છે. જેમ ગોભુક્તતૃણપુંજમાંથી દૂધની ઉત્પત્તિ. ઈત્યાદિ સંયોગજન્ય જ કાર્ય હોય છે. અને “પરમાણુ” એ કોઈ અંશોના સંયોગસ્વરૂપ નથી. તે માટે કાર્ય પર્યાય જ નથી. પછી ૪ પ્રકારના પર્યાયમાં તેનો સમાવેશ થયો નથી આવા પ્રકારનો પ્રશ્ન જ રહેતો નથી. આમ કોઈ નૈયાયિકાદિ દર્શનકાર પ્રશ્ન કરે છે.
=
૬૮૪
ઉત્તર- જે “પરમાણુપણું” છે. તેને પણ શાસ્ત્રોમાં “વિભાગજાત” કાર્ય કહેલું છે. જેમ સજાતીય કે વિજાતીય એવાં બે દ્રવ્યોનો સંયોગ થવાથી ઘટ-પટ આદિ અને મનુજ-તિર્યંચાદિ કાર્યો (પર્યાયો) થાય છે. તેવી જ રીતે અખંડવસ્તુમાંથી અવયવોનો વિભાગ થવાથી જે ખંડિતવસ્તુ (ટુકડા-ટુકડારૂપ વસ્તુ) બને છે. તે પણ કાર્યસ્વરૂપ છે. એટલે કે (પર્યાયાત્મક) છે. જેમ કે અખંડપટ ફાટવાથી બનતું ખંડપટ, તથા ઘટ ફુટવાથી થતા કપાલાદિ વિભાગજાત પર્યાય (અપૂર્વ કાર્ય) છે. તેવી જ રીતે દૃયણુકઋણુક-ચતુરણુકાદિ સ્કંધોના વિખેરાવાથી એટલે કે વિભાગ થવાથી જ આ “પરમાણુપણાનું” કાર્ય ઉત્પન્ન થાય છે. માટે પરમાણુ પણ પર્યાય છે. તથા વળી જે દ્રવ્ય હોય તે પર્યાયવાળું જ હોય છે એટલે પરમાણુ પણ એક પ્રકારનું દ્રવ્ય છે. તેથી અવશ્ય પર્યાયયુક્ત જ હોય છે. માટે પરમાણુપણું જે છે તે પર્યાય છે. (સંયોગની જેમ) વિભાગથી પણ કાર્ય થાય છે. સમ્મતિતર્કમાં કહ્યું છે કે—
अणुदुअणुएहिं दव्वे आरद्धे, "तिअणुयं" ति तस्स ववएसो ।
તત્તો ઞ પુખ્ત વિમન્નો, અનુત્તિ નાઓ ગળુ હોડ્ ॥ રૂ-૩૧ ॥ ત્યાહા૪-૬॥
જેમ “એકપરમાણુ અને દૃયણુક” આ બન્ને સાથે મળીને નવુ ઉત્પન્ન કરાયેલું દ્રવ્ય “ઋણુક” છે આમ તેનો વ્યપદેશ થાય છે. તેવી જ રીતે ઋણુકમાંથી છુટો પડેલો એક અણુ હવે “પરમાણુ” બન્યો આમ પણ કહેવાય જ છે. તેથી સંયોગજન્યની જેમ વિભાગજન્ય કાર્ય (પર્યાય) પણ છે જ. અને આ પર્યાય ચારમાં આવી ગયેલો નથી. માટે આ ભેદો અપૂર્ણ છે. અધુરા છે. પ્રાયિક છે. આમ જાણવું. ॥ ૨૪૨ ॥ ગુણવિકાર પજ્જવ કહી, દ્રવ્યાદિ કહેત । સ્યું જાણઈ મનમાંહિં, તે દેવસેન મહંત ॥
શ્રી જિનવાણી આદરો ॥ ૧૪-૧૭ ||