________________
૬૮૬
ઢાળ-૧૪ : ગાથા-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યનો અન્યથાભાવ તે દ્રવ્યપર્યાય અને ગુણનો અન્યથાભાવ તે ગુણપર્યાય આવી વ્યાખ્યા કરવી જોઈએ. આ રીતે વ્યાખ્યામાં માત્ર ગુણના જ પર્યાય હોય એમ સમજાવે છે અને જ્યારે ભેદ પાડે છે ત્યારે દ્રવ્યમાં તથા ગુણમાં આમ બન્નેમાં પર્યાય હોય એમ સમજાવે છે. આ પ્રમાણે પૂર્વાપર (આગળ-પાછળ) પરસ્પર વિરુદ્ધભાષણ કરતા હોવાથી તેમનું આ કથન ઉચિત નથી તથા વળી શ્વેતાંબરાસ્નાયમાં તો દ્રવ્ય અને તેના પર્યાય આમ બે જ વસ્તુ સ્વરૂપ છે. આમ કહેલ છે. કારણ કે ગુણ એ પર્યાયથી ભિન્ન વસ્તુ નથી. પરંતુ દિગંબાસ્નાયમાં ભેદ પાડે ત્યારે દ્રવ્યને અને ગુણને એમ બન્નેને પણ પર્યાય હોય છે આમ વાત કહેલી છે. તેથી દ્રવ્ય, દ્રવ્યપર્યાય, ગુણ, ગુણપર્યાય, આવી વાત માનેલી થાય છે. અને વ્યાખ્યામાં એકલા ગુણવિકાર તે પર્યાય આમ કહે છે. તેથી પણ તેઓએ કરેલી આ વ્યાખ્યા સલક્ષણરૂપ નથી.
તથા વળી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ કહેવાની કંઈ જરૂર જ નથી. કારણ કે એમ કહેવાથી દ્રવ્યનું પરિવર્તન સ્વતંત્ર, અને ગુણનું પરિવર્તન પણ સ્વતંત્ર થઈ જાય છે. તેથી દ્રવ્યથી ગુણોનો, અને ગુણોથી દ્રવ્યનો એકાત્ત ભેદ થઈ જાય છે. તેથી દિગંબરની આ વાત બરાબર નથી. વાસ્તવિક તો માત્ર દ્રવ્યનું જ પરિવર્તન થાય છે. અને તે પરિવર્તન ગુણોને આશ્રયી થાય છે. જેમ કે નીલ-પીતાદિ ગુણોનો આધાર ઘટ દ્રવ્ય છે. તે નીલપીતાદિનું પરિવર્તન થઈને શ્વેત-કૃષ્ણાદિ જે રૂપ આવે છે. તે રૂપનો પણ આધાર તો ઘટદ્રવ્ય જ છે. તેથી મૂલભૂતગુણોનો, તથા પરિવર્તન થઈને આવેલા નવા ગુણોનો પણ આધાર દ્રવ્યમાત્ર જ છે. આ રીતે ગુણોના પરિવર્તનાત્મક પર્યાયનો આધાર ગુણ બનતો નથી. પણ દ્રવ્ય જ બને છે. તેથી દ્રવ્યમાં જ પર્યાયો થાય છે. અને તે પર્યાયો ગુણોને આશ્રયી થાય છે. પણ ગુણોમાં ગુણો કે પર્યાયો રહેતા નથી. કારણકે ગુણનું લક્ષણ જ આવું છે કે- “દવ્યાશ્રય નિr TUIT?” તેથી ગુણોમાં ગુણો કે પર્યાયો સંભવતા જ નથી.
સર્વે પર્યાયો દ્રવ્યમાં જ થાય છે. અને તે પર્યાયો ગુણોને આશ્રયી થાય છે. એટલે કે દ્રવ્યમાં જે પર્યાયો થાય છે તે ગુણોને આશ્રયી બને છે બાકી દ્રવ્ય પોતે દ્રવ્ય પણે કંઈ બદલાઈ જતું નથી. દ્રવ્યમાં રહેલા ગુણો બદલાયા હોય એટલે દ્રવ્ય બદલાયું છે આમ કહેવાય છે. આત્મામાં મતિજ્ઞાનાદિ ગુણો વર્તે છે. તે મતિ-શ્રુત આદિ જ્ઞાનોમાં ક્ષયોપશમભાવે જે હાનિ-વૃદ્ધિ થાય છે. તે દ્રવ્યના જ પર્યાયો છે. મતિજ્ઞાનના (ગુણના) પર્યાયો નથી કારણકે ગુણો સદા નિર્ગુણ હોય છે. દેવ-નારકાદિ અવસ્થાઓ જેમ ઔદયિકભાવે જીવના પર્યાયો છે. તેવી જ રીતે આ મતિજ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ રૂપ