________________
ઢાળ-૧૪ : ગાથા-૧૮-૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
જેહ એ અર્થ દિન દિન પ્રતિ, દ્રવ્ય ગુણ પર્યાય વિચારરૂપ ભાવસ્યઈં તે યશની સંપદા પ્રતિ પામત્સ્યઉં, તથા સઘલાં સુખ પ્રતિ પામસ્યઈ નિશ્ચયે. II ૧૪-૧૯ || વિવેચન– હવે આ ઢાળનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે—
૬૮૮
રૂમ દ્રવ્ય મુળ પર્યાય પરવા, સ્વરૂપ-સક્ષળ-મેવાવિડ્ વરી, ગુરુઞાળ-. परंपरानी आज्ञा राखीनइं, घणा तनमुति-जे तुच्छबुद्धिना धणी, तेहनई उवेखीनई, अजाण - ને વાપ્રહી, તેહનડું અવળીનદું નિારીનડું ॥ ૪-૮ ॥
અમે આ ગ્રંથમાં આ પ્રમાણે દ્રવ્યોનું ગુણોનું અને પર્યાયોનું વર્ણન કર્યું. આ ત્રણે તત્ત્વોનું સ્વરૂપથી, લક્ષણોથી, અને ભેદ પ્રતિભેદાદિથી વર્ણન કર્યું. તથા વળી ગુરુજીની જે આશા, અહીં આશા કહેતાં પૂર્વે થઈ ગયેલા સુધર્માસ્વામીજીથી અમારા ગુરુ શ્રી નવિજયજી મ. સાહેબ સુધીના અનેક ગીતાર્થ મહાત્મા પુરુષોની જે આશા પ્રવર્તે છે. તેઓના જ્ઞાનમાં જે વિચારધારા પ્રવર્તે છે. તેને અનુસારે, તે મંતવ્યોનો સમન્વય કરવા પૂર્વક અતિશય મનન-ચિંતન કરીને અમે આ વર્ણન કર્યું છે.
આ વિષય ઘણો દુર્ગમ છે. વધારે ક્લિષ્ટ છે. સમજવો દુષ્કર છે તેથી (ઘણા તનુમતિ=) અતિશય અલ્પબુદ્ધિવાળા જે ઘણા જીવો છે. તેઓની ઉપેક્ષા કરીને અમે આ વર્ણન કર્યું છે. કારણકે ગંભીરવિષય ગંભીરભાષાથી જ સમજાવી શકાય છે. ભાષા અતિશય નીચી લઈ જવાથી વિષયની ગંભીરતા જળવાતી નથી. અને તનુમતિવાળા આત્માઓ ગંભીરભાષા અને તેમાં સમજાવાતો ગંભીર વિષય ગ્રહણ કરી શકતા નથી. તેથી તેઓને આ વિષય પ્રાય- નથી જ સમજાવાનો એમ માનીને અમે તેઓની ઉપેક્ષા કરીને મધ્યમબુદ્ધિવાળા અને શ્રેષ્ઠબુદ્ધિવાલા જીવોને લક્ષ્યમાં રાખીને આ વર્ણન કર્યું છે. પરંતુ તનુમતિવાળા જીવો પ્રત્યે અમને કોઈ અંતર્દોષ નથી. તેઓનો ઉપકાર થવો અશક્ય છે એમ માનીને હૈયામાં તેઓ ઉપર ભાવકરૂણા રાખીને તેઓની ઉપેક્ષા કરી છે.
તથા (અવગણઅ અજાણ) અહીં અજાણ શબ્દનો અર્થ અજ્ઞાની એટલે જ્ઞાનના અભાવવાળા એવો અર્થ ન કરવો. પરંતુ દાર્શનિકશાન જેને ઘણું છે. પંડિત છે. શાસ્ત્રકાર છે. મહાવિદ્વાન છે. પરંતુ જુદા જુદા વિષયના એકાન્તવાદોથી જેની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. તેવા મિથ્યા જ્ઞાનવાળા કદાગ્રહી-હઠાગ્રહી જે જે આત્માઓ છે. તેની અવગણના કરીને અમે આ વર્ણન કર્યું છે. કારણ કે તેવા જીવોને સમજાવી સમજાવીને માર્ગે લાવવાની અમારી ગમે તેટલી તીવ્ર અભિલાષા હોય, તો પણ જન્મજાતવિષવાળા સર્પની જેમ જન્મજાતમિથ્યાત્વવાળા આ આત્માઓ ફુગુરુ અને