________________
૬૮૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા-૧૫-૧૬ પર્યાયના આ ચારે ભેદોનાં હવે ઉદાહરણ સમજાવે છે.
(૧) સજાતીય દ્રવ્ય પર્યાય = જેમકે કયણુક-ચણક-ચતુરણુક આદિ પુગલસ્કંધો. આ સજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે. કારણ કે બે ત્રણ-ચાર આદિ પરમાણુઓ મળીને “દ્ધિપ્રદેશી” સ્કંધ આદિ સ્વરૂપવાળું નવું દ્રવ્ય ઉત્પન થયું છે માટે. અહીં જે બે-ત્રણચાર પરમાણુઓ મળ્યા છે. તે બધા પુગલાસ્તિકાય નામના એક જ દ્રવ્યના હોવાથી સજાતીય દ્રવ્યપર્યાય કહેવાય છે.
(૨) વિજાતીય દ્રવ્ય પર્યાય = મનુજ, તિર્યંચાદિ પર્યાય, સચેતન એવું જીવદ્રવ્ય, અને અચેતન એવું કર્મદ્રવ્ય, આમ બે દ્રવ્યો મળીને આ પર્યાય બન્યા છે. પરંતુ તે બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન જાતિનાં છે. એક સચેતન છે. અને બીજુ અચેતન છે. આમ પરસ્પર ભિન્ન જાતિનાં બે દ્રવ્યો મળીને આ પર્યાય ઉત્પન્ન થયો છે. તે કારણથી આ પર્યાય વિજાતીય દ્રવ્ય પર્યાયમાં ગણાય છે.
(૩) સ્વભાવ ગુણપર્યાય = જેમ કે કેવલજ્ઞાન. આ આત્માનો ગુણ છે. અને કર્મોની અપેક્ષા રહિત છે. તે માટે જીવદ્રવ્યનો પોતાનો સ્વતંત્ર અને સ્વભાવભૂત ગુણ છે. તેથી તે પર્યાય સ્વભાવ ગુણ પર્યાય કહેવાય છે.
(૪) વિભાવ ગુણપર્યાય = જેમ કે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનાદિ. આ બધા ગુણો જીવના છે. પરંતુ “કર્મ” નામના પરદ્રવ્યની પરતંત્રતાવાળા છે. તે માટે વિભાવ ગુણ પર્યાય કહેવાય છે.
નયચક્રગ્રંથમાં પાડેલા પર્યાયના આ ચાર ભેદ પણ પ્રાયિક (બહુલતાને આશ્રયી) જાણવા. અર્થાત્ બધા જ પર્યાય આ ચારમાં સમાઈ ગયા છે. આમ ન જાણવું. એટલે કે આ ભેદો અપૂર્ણ છે. જે માટે “પરમાણુ” પણાનો જે પર્યાય છે. તે આ ચારમાંથી એકમાં અંતર્ભત થતો નથી. કારણ કે જે એક પરમાણુ પર્યાયરૂપ બને છે. તે બે અણુઓ ન હોવાથી એટલે કે સજાતીય કે વિજાતીયનો સંયોગ ન હોવાથી પ્રથમભેદમાં અને બીજા ભેદમાં અંતર્ભત ન થાય. તથા “પરમાણુ” એ દ્રવ્ય હોવાથી ત્રીજા-ચોથામાં પણ અંતર્ભત ન થાય. એટલે ચાર ભેદ પાડવા છતાં આવા કેટલાક પર્યાયોનો સમાવેશ થતો નથી. એટલે પ્રાયિક સમજીને ઉપલક્ષણથી જાણવા પડે છે. તેથી આ ભેદો અપૂર્ણ છે.
પ્રશ્ન- “પરમાણુ” એ તો દ્રવ્યમાત્ર જ છે. પર્યાય જ નથી. કારણ કે પર્યાય એટલે કાર્ય, જે બે પદાર્થોના સંયોગથી બને છે, જેમ કે તંતુસંયોગથી પટ, આ રીતે કાર્ય તો હંમેશાં સંયોગથી જ થાય છે. વિજાતીય પાકના મહિમાથી વસ્તુનો (PI) ૨૧