________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા–૧૫-૧૬
૬૮૧
ધયણુક મનુજ કેવલ, વલી મતિમુખ દિäત એ પ્રાયિક જેણેિ દ્રવ્યથી, અણુ પક્ઝવ સંત /
શ્રી જિનવાણી આદરો / ૧૪-૧૬ છે. ગાથાર્થ– આ જ પ્રમાણે સજાતીય અને વિજાતીયના ભેદથી બે પ્રકારે દ્રવ્યપર્યાય, અને સ્વભાવ તથા વિભાવથી બે પ્રકારે ગુણપર્યાય, એમ મળીને કુલ ૪ પ્રકારે પર્યાયો જાણવા. ૧૪-૧૫ છે.
આ ચારે પર્યાયોનાં દ્વયણુક, મનુષ્યત્વ, કેવલજ્ઞાન અને મતિજ્ઞાન વિગેરે દૃષ્ટાન્તો સમજી લેવાં, આ ભેદો પ્રાયઃ જાણવા. કારણકે દ્રવ્યથી થનારો અણુપણાનો પર્યાય જે છે. તે આ ચારમાં ક્યાંય ન સમાયો. | ૧૪-૧૬ ||
ટબો- હવઈ પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય નયચકઈ કહિયા. તે દેખાડઈ છઈ.ઈમ સજાતીયદ્રવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય, સ્વભાવગુણપર્યાય વિભાવગુણપર્યાય. ૪ ભેદ પર્યાયના કહવા. || ૧૪-૧૫ II
ઉદાહરણ દેખાડઈ છઈ. હયણુક ક.દ્વિપદેશિકાદિ સ્કંધ, તે સજાતીય દ્રવ્યપર્યાય કહિઈ. ૨ મિલી એક દ્રવ્ય ઉપનું. તે માર્ટિ. મનુજાદિપર્યાય તે વિજાતીય દ્રવ્યપર્યાયમાંહી. ૨ મિલી પરસ્પર ભિન્મજાતીય દ્રવ્યપર્યાય ઉપનો, તે વતી.
કેવલજ્ઞાન-તે સ્વભાવગુણપર્યાય, કર્મરહિતપણા માટઈ. મતિજ્ઞાનાદિક-તે વિભાવગુણપર્યાય. કર્મ પરતંત્રપણા માર્ટિ.
એ ચાર ભેદ પણિ પ્રાયિક જાણવા. જે માટઈ પરમાણુરૂપ દ્રવ્યપર્યાય તે એ ચારમાંહિ ન અંતર્ભાવઈ, પર્યાયપણું તેહનઇ વિભાગજાત શાસ્ત્રિ કહિઉં છઈ.
तदुक्तं सम्मतौअणुदुअणुएहिं दव्वे आरद्धे, "तिअणुयं" ति तस्स ववएसो ।
तत्तो अ पुण विभत्तो, अणुत्ति जाओ अणु होइ ॥ ३-३९ ॥ इत्यादि || ૨૪-૧૬ |
વિવેચન- ચૌદમી આ ઢાળમાં પર્યાયોના ભેદો સમજાવાય છે. દરેક દ્રવ્યોના આઠ આઠ જાતના પર્યાય સમજાવ્યા. આ સિવાય બીજી રીતે પણ દેવસેનાચાર્યકત નયચક્રમાં ચાર પ્રકારે પર્યાયો જણાવેલા છે. તે હવે સમજાવે છે.