Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૮૦
ઢાળ-૧૪ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
अपेक्षानपेक्षाभ्यां
વ્યાપકપણું સ્વીકારવું એ જ કલ્યાણકારી છે. (અહીં ટબાની શુદ્ધાશુન્દ્રાનેાન્ત ઈત્યાદિ પંક્તિમાં ક્રમશઃ પણું ન જોડવું. કારણકે આ સામાન્યકથન છે. જ્યારે સામાન્ય વાક્યપણે કથન હોય છે ત્યારે ક્રમ લેવાતો નથી. પરમાર્થથી તો પરની અપેક્ષા વડે અશુદ્ધપર્યાય છે અને પરની અનપેક્ષા વડે શુદ્ધપર્યાય છે. આમ રહસ્ય જાણવું.) ॥ ૨૩૯ ॥
तेह ज देखाडइ छइ-धर्मास्तिकनई परपर्यायइं स्वपर्यायथी विषमाइं-विलक्षणता इम जाणवी. जे माटिं परापेक्षाइं अशुद्धतानो विशेष नथी. जिम जीवद्रव्य पुद्गलद्रव्यनइं વિષટ્ટ્ ॥ ૨૪-૨૪ ॥
ઉપર સમજાવેલી વાતને ગ્રંથકારશ્રી પોતે જ વધારે સ્પષ્ટ કરીને દેખાડે છે કે
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં પણ સ્વપર્યાયથી પરપર્યાયોમાં આ રીતે વિષમતા (અર્થાત્ વિલક્ષણતા) જુદાઈ જાણવી. એટલે કે ધર્માદિદ્રવ્યોમાં જે જે આકૃતિઓ છે. તેમાં પરદ્રવ્યના સંયોગની અપેક્ષા ન લઈએ, અને દ્રવ્ય પોતે તે તે આકારે બન્યુ છે. આવી વિવક્ષા કરીએ ત્યારે સ્વદ્રવ્યની જ માત્ર વિવક્ષા હોવાથી તે સ્વપર્યાય કહેવાય છે. અને જ્યારે પરદ્રવ્યના સંયોગથી આ આકૃતિ બની છે. આમ પરદ્રવ્યની અપેક્ષા જોડીએ તો પરદ્રવ્યના સંયોગે બનેલો પર્યાય હોવાથી પરાપેક્ષિતરૂપે પર દ્વારા થયેલો પર્યાય કહેવાય છે. તેથી સ્વપર્યાય તરીકે વિવક્ષીએ ત્યારે પરદ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. અને પરાપેક્ષિત તરીકે વિવક્ષીએ ત્યારે પરદ્રવ્યના સંયોગની અપેક્ષા છે. સ્વપર્યાયમાં (શુદ્ધપર્યાયમાં) અને પરપર્યાયમાં (અશુદ્ધપર્યાયમાં) આટલી જ વિલક્ષણતા જાણવી.
પરંતુ પરાપેક્ષાએ અશુદ્ધતા” કહેવાય, આ બાબતમાં કંઈ વિશેષતા (વિલક્ષણતા) (અર્થફરક પડતો) નથી. કારણ કે જેમ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને વિષે પણ જ્યારે પરદ્રવ્યના સંયોગની વિવક્ષા કરો છો ત્યારે જ અશુદ્ધપર્યાય કહો છો. તો તેવી જ રીતે ધર્માદિદ્રવ્યોમાં પણ જ્યારે પરદ્રવ્યના સંયોગથી આ આકૃતિ બની છે. આવી વિવક્ષા કરાય છે. ત્યારે “પરાપેક્ષતા” બન્ને સ્થાને સમાન હોવાથી અશુદ્ધતા કહેવામાં કોઈ ફરક નથી. કોઈ પણ જાતની જુદાઈ = વિશેષતા નથી, માટે ધર્માદિદ્રવ્યોના તે અશુદ્ધપર્યાય જ કહેવાય છે. ઉપચરિત પર્યાય કહેવાતા નથી. ॥ ૨૪૦ ॥ ઈમ જ સજાતિ વિજાતિથી, દ્રવ્યઈ પજ્જાય । ગુણઈ સ્વભાવ વિભાવથી, એ ચ્યાર કહાઈ ॥
શ્રી જિનવાણી આદરો || ૧૪-૧૫ ॥