Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૭૮
ઢાળ-૧૪ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ' હવે અહીં કોઈક કદાચ એવી શંકા કરે કે “ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યોમાં ઘટપટ લોકાકાશ આદિ પરદ્રવ્યોનો સંયોગ જરૂર છે. પરંતુ પરદ્રવ્યના સંયોગે જે જે પર્યાય વિવક્ષાય છે. તે તે પર્યાયને ઉપચરિત પર્યાય કહેવા જોઈએ. પણ અશુદ્ધપર્યાય ન કહેવા જોઈએ. કારણ કે “દ્રવ્યનું અન્યથા થવાપણું” આ હેતુ જ્યાં હોય તેને વિષે જ અશુદ્ધત્વનો વ્યવહાર થાય છે. તે વતો = તે કારણે, જેમ વિષના સંયોગવાળુ દૂધ પોતે વિષપણે અન્યથારૂપે પરિણામ પામે છે. માટે ત્યાં અશુદ્ધ પર્યાય કહેવાય છે. શરીરાદિ મૂર્તિદ્રવ્યના સંયોગે અમૂર્ત એવો જીવ મૂર્તતારૂપે (અન્યથારૂપે) પરિણામ પામે છે. માટે ત્યાં અશુદ્ધ પર્યાય કહેવાય છે. પરંતુ ધર્માદિદ્રવ્યો તો ઘટ-પટ આદિ પરપદાર્થોનો સંયોગ થવા છતાં અપરિણામી દ્રવ્ય હોવાથી અન્યથારૂપે પરિણામ પામતાં નથી. માટે ત્યાં અશુદ્ધપર્યાય ન કહેતાં ઉપચરિત પર્યાય કહેવો જોઈએ. આવી કોઈ શિષ્ય શંકા કરે છે.
આ શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જો પસંયોગે થનારા પર્યાયને અશુદ્ધ ન કહેવાય અને ઉપચરિત કહેવાય તો તમારે તમારા શાસ્ત્રોમાં જીવના મનુજાદિ પર્યાયોને પણ અશુદ્ધ પર્યાય તરીકે ન કહેવા જોઈએ. પણ ઉપચરિત પર્યાય કહેવા જોઈએ. કારણકે મનુજાદિ પર્યાયો પણ કર્મનામના પરદ્રવ્યના સંયોગે જ જીવમાં પ્રગટ થાય છે. માટે તેને પણ ઉપચરિત પર્યાય જ કહેવા જોઈએ. અસભૂત વ્યવહારનયથી મનુજાદિ પર્યાયો છે માટે જો અશુદ્ધ કહેતા હો. તો ધર્માદિ દ્રવ્યમાં થનારા પરસંયોગક પર્યાયો પણ અસભૂત વ્યવહારનયથી જ ગ્રાહ્ય છે. તે માટે અશુદ્ધ જ કહેવા જોઈએ. પણ ઉપચરિત ન કહેવાય.
द्वितंतुकादि पर्यायनी परि एकद्रव्यजनकावयवसंघातनइं ज अशुद्धद्रव्यव्यंजन पर्यायपणुं ज कहतां रुडु लागइं. "तस्मादपेक्षानपेक्षाभ्यां शुद्धाशुद्धानेकान्तव्यापकत्वमेव શ્રેયઃ" ૨૪-૨૩ |
હવે કદાચ તમે એવો બચાવ કરો કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં ઘટ-પટ આદિ પરદ્રવ્યોના સંયોગે ઘટધર્માસ્તિકાય, પટધર્માસ્તિકાયાદિ જે કહેવાય છે. તથા ઘટાકાશ પટાકાસાદિ જે કહેવાય છે. તે સઘળા પર્યાયો અસભૂત વ્યવહારનયથી ગ્રાહ્ય છે. તે માટે અસભૂત છે. અર્થાત્ સાચા નથી. એટલે કે ઉપચરિત છે. આમ જો તમે કહો. તો પછી જીવના મનુજાદિ પર્યાયો પણ અસભૂતવ્યવહારનયથી જ ગ્રાહ્ય છે. તેથી તે પણ અ ભૂતપર્યાય એટલે ઉપચરિતપર્યાય જ થશે, પણ અશુદ્ધપર્યાય નહી કહેવાય.