________________
૬૭૬ ઢાળ-૧૪ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ હવે જો સંયોગ એ ગુણ હોય તો તે સંયોગ ક્યા દ્રવ્યનો ગુણ માનવો ? સંયોગ નામના ગુણનું સમાયિકારણ કોને માનવું ? બે દ્રવ્યોની વચ્ચે તો એકગુણ ન જ હોઈ શકે. કારણકે ગુણો પોત પોતાના દ્રવ્યને આશ્રિત હોય છે. ઘટ અને આકાશનો જે સંયોગ છે. તે જો ગુણ હોય તો ઘટનો ગુણ કહેવાય? કે આકાશનો ગુણ કહેવાય ? બન્ને દ્રવ્યોમાં રહેનાર એકગુણ સંભવી શકે નહીં. આ રીતે વિચારતાં “સંયોગ” એ ગુણ નથી પરંતુ આકૃતિની જેમ પર્યાય છે. તે માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં સંયોગને પર્યાયના લક્ષણના ભેદ રૂપે જ કહ્યો છે. એટલે કે “સંયોગ” એ પણ પર્યાયનું એક લક્ષણ છે. તે ઉત્તરાધ્યયન સૂત્રનો સાક્ષીપાઠ હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ આપે છે. | ૨૩૭ ||
एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य । संजोगा य विभागा य, पजवाणं तु लख्खणं ॥ १ ॥
[तेहज वर्णवीनइं कहे छे. उत्तराध्ययनगाथा - एगत्तं. ए गाथार्थनुं मनमाहि માખી, મર્થરૂપવું જરીને થા. ને મનપસંદ દૂર ] [આ જ વાત ઉત્તરાધ્યયનસુત્રની ગાથાની સાક્ષી આપીને વર્ણવે છે. “પુત્તિ' વિગેરે પદોવાળી ગાથાનો અર્થ મનમાં લાવીને, તે જ અર્થ યથાર્થ અર્થરૂપ છે આમ મનમાં ધારો કે જેનાથી મનનાં સંદેહો દૂર ટળ] આટલો પાઠાન્તર છે. (પાવાન્તર) | ૨૪-૨૨
એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન (આકૃતિ) સંયોગ અને વિભાગ આ સર્વે પર્યાયનાં લક્ષણો (સ્વરૂપ) છે. જેમ ધર્મ-અધર્મ આકાશ આદિ દ્રવ્યોમાં રહેલું એકત્વ એ પર્યાય છે. ધર્મદ્રવ્યથી અધર્મદ્રવ્ય પૃથક છે અને અધર્મદ્રવ્યથી આકાશદ્રવ્ય પૃથક છે. આ પૃથકત્વ પણ તે તે દ્રવ્યોના પર્યાય છે. ઘટ પટ આદિ દ્રવ્યોની ભિન્ન ભિન્ન આકૃતિઓ એ પણ પર્યાય છે. તેવી જ રીતે બે દ્રવ્યોનો સંયોગ અને બે દ્રવ્યોનો વિભાગ થવો (છુટા પડવું) એ સર્વે પર્યાયો છે. નૈયાયિક વૈશેષિકોએ સંખ્યાને પૃથક્વને સંયોગને અને વિભાગને ગુણો માન્યા છે. પરંતુ વાસ્તવિકપણે તે ગુણો નથી. પણ પર્યાયો જ છે. માટે આકૃતિની પેઠે સંયોગ પણ પર્યાય જ માનવો જોઈએ. / ૨૩૮ /
ઉપચારી ન અશુદ્ધ તે, જો પસંયોગ ! અસભૂત મનુજાદિકા, તો ન અશુદ્ધ જોગ
શ્રી જિનવાણી આદરો / ૧૪-૧૩ !