Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૪ : ગાથા-૧0-૧૨
૬૭૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યોની આકૃતિને સ્વતંત્રપણે પોતાના રૂપે વિચારાય ત્યારે તે શુદ્ધપર્યાય કહેવાય છે અને ઘટ-પટ તથા લોકાકાશ આદિ પરપદાર્થોના સાંયોગિકભાવે વિચારાય છે. ત્યારે તે અશુદ્ધ પર્યાય કહેવાય છે. આવા અભિપ્રાયથી ગ્રંથકાર કહે છે
जिम धर्मास्तिकायादिकनी आकृति लोकाकाशमान संस्थानमय शुद्धद्रव्यव्यंजन पर्याय कहिइं, परनिरपेक्षपणा माटई.
तिम लोकवर्तिद्रव्यसंयोगरूप अशुद्धद्रव्यव्यंजन पर्याय पणि तेहनो परापेक्षापणाई હતાં અનેત્તિ વિરોથ નથી. ૨૪-૨૦
આ વાત નવમી ગાથામાં કંઈક સમજાવી છે. જેમ ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશના માપવાળા સંસ્થાનમય જે પોતાની બનેલી છે. તેને નિજપ્રત્યયથી વિચારીએ તો તે આકૃતિ, ધર્માસ્તિકાયાદિદ્રવ્યની પોતાની બની છે. તેમાં પરના નિમિત્તની વિવક્ષા ન લઈએ તો તે આકૃતિ (પર્યાય), દ્રવ્યમાં પોતાનામાં જ રહેલી હોવાથી અને પોતાની જ તે આકૃતિ બની છે. તે માટે શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. પરના નિરપેક્ષપણાથી વિચારીએ છીએ, તેથી શુદ્ધપર્યાય બને છે. જેમ કે શરીર રહિત સિદ્ધગત આત્માની જે આકૃતિ તે શુદ્ધપર્યાય કહેવાય છે. કારણ કે તેમાં પરના નિમિત્તની અપેક્ષા નથી તે માટે. એવી જ રીતે અહીં સમજવું.
તેવી જ રીતે લોકાકાશવર્તી જે જીવ-પુદ્ગલદ્રવ્યો છે. તેના સંયોગરૂપે ધર્મ, અધર્મ અને લોકાકાશ પણે જે આકૃતિ છે. તે આકૃતિ વિચારીએ ત્યારે તે અશુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાય પણ કહેવાય છે. પરની અપેક્ષા કરી છે. તે માટે. જેમ ઘટમાં રહેનારો ધર્માસ્તિકાય તે ઘટધર્માસ્તિકાય, પટમાં રહેનાર ધર્માસ્તિકાય તે પટધર્માસ્તિકાય અથવા ઘટને સહાય કરનારો એવો જે ધર્માસ્તિકાય તે ઘટધર્માસ્તિકાય તથા પટને સહાય કરનારો એવો જે ધર્માસ્તિકાય તે પટધર્માસ્તિકાય, તે જ રીતે ઘટાધર્માસ્તિકાય, પટાધર્માસ્તિકાય, ઘટાકાશ, પટાકાશ, ઘટકાલ, પટકાલ, ઈત્યાદિ રૂપે પરની અપેક્ષા રાખીને તે આકૃતિ વિચારીએ ત્યારે તે અશુદ્ધપર્યાય કહેવાય છે. જેમ એક પરમાણુને બીજા પરમાણુની સાથે રાખીને તેની અપેક્ષા રાખીને આ ધયણુક બન્યો છે આમ જ્યારે કહેવાય છે. ત્યારે ત્યાં અશુદ્ધપર્યાય કહેવાય છે. તેમ અહીં જાણવું.
પ્રશ્ન– ધર્માસ્તિકાયાદિકની જે આકૃતિ છે. તે જેવા પ્રકારની લોકાકાશ પ્રમાણ આદિ સ્વરૂપે બનેલી છે. તે તેવા પ્રકારની કોઈ પણ એક સ્વરૂપે છે. તેને શુદ્ધ અને અશુદ્ધ બે નામે કેમ બોલી શકાય ?