________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા-૧૦-૧૨
ઉત્તર– અનેકાન્તવાદનો આશ્રય કરતાં કોઈ વિરોધ આવતો નથી. જેમ અમદાવાદ શહેર એક જ છે. છતાં પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં છે. અને સુરતની અપેક્ષાએ ઉત્તરમાં છે તેવી જ રીતે એક જ આકૃતિ પરના નિરપેક્ષપણે જ્યારે વિચારાય છે. ત્યારે શુદ્ધપર્યાય અને પરના સંયોગથી બનેલી છે. આમ પરના સાપેક્ષપણે જ્યારે વિચારાય છે. ત્યારે અશુદ્ધ પર્યાય કહેવામાં કોઈ વિરોધ નથી. એક જ પુરુષ મોટાભાઈની અપેક્ષાએ નાનો, અને નાનાભાઈની અપેક્ષાએ મોટો કહેવાય જ છે. તેવી રીતે સ્વપ્રત્યયિક પણે શુદ્ધપર્યાયને પણ પરાપેક્ષપણે અશુદ્ધપર્યાય કહેતાં અનેકાન્તવાદના આશ્રયે કોઈ વિરોધ આવતો નથી. ।। ૨૩૬ ||
૬૭૫
..
'आकृति ते पर्याय हुस्यई, संयोग पर्याय नही होइ" एहवी आशंका टालई छई-संयोग पण आकृतिनी परि पर्याय कहवाइ छइ, जे माटिं पर्यायनां लक्षण भेद रूप उत्तराध्ययनई ए रीति कहियां छई ॥ १४-११ ॥
“આકૃતિ” તે તો પર્યાય હોઈ શકે છે. જેમ ઘટમાં રહેલી ઘટાકૃતિ એ ઘટનો પર્યાય છે. શરીરમાં રહેલી શરીરાકૃતિ એ શરીરનો પર્યાય છે. તેવી રીતે ધર્માસ્તિકાયાદિની (ધર્માધર્મની) લોકાકાશપ્રમાણ, આકાશની નક્કરગોળા પ્રમાણ, અને કાળની અઢીદ્વીપ પ્રમાણ ઈત્યાદિ તે તે દ્રવ્યની જે જે આકૃતિ બની છે. તે “આકાર” તે તે દ્રવ્યોમાં રહેલો હોવાથી દ્રવ્યનો પર્યાય છે. આમ કહી શકાય છે. પરંતુ કોઈ આવી શંકા કરે છે કે “સંયોગ” એ પર્યાય નથી. કારણ કે “સંયોગ” એ ન્યાય-વૈશેષિકદર્શનકારોની દૃષ્ટિએ ૨૪ ગુણોમાંનો એક ગુણ છે. અને તેઓના મતે દ્રવ્યથી એકાન્તે ભિન્ન છે. જે ગુણ હોય તેને પર્યાય કેમ કહેવાય ? માટે બે-ત્રણ પરમાણુઓનો સંયોગ થઈને બનેલા દ્રયણુક-ત્ર્યણુકાદિ સ્કંધોમાં, તથા ઘટ-પટાદિ અન્યપદાર્થોના સંયોગે ધર્માસ્તિકાયાદિમાં જે અશુદ્ધપર્યાય છે. એવું તમે જૈનોએ પહેલાંની ગાથામાં જે સમજાવ્યું. તે બરાબર નથી. આવી કોઈ દર્શનાનુયાયીને શંકા થાય છે. તે આવી આશંકાને ટાળવા માટે કહે છે કે—
“સંયોગ” પણ આકૃતિની પેઠે પર્યાય જ કહેવાય છે. ખરેખર વિચારીએ તો સંયોગ તે ગુણ જ નથી. ન્યાય-વૈશેષિકદર્શનકારોએ સંયોગને જે ગુણ માન્યો છે. તે ખરેખર ખોટુ જ છે. કારણકે ગુણનું લક્ષણ છે સહભાવિત્વ, તે લક્ષણ સંયોગમાં ઘટતું નથી. હ્રયણુક-ચણુકાદિમાં આજે સંયોગ હોય અને કાલે ન પણ હોય. કાલે ન હોય અને પછીના દિવસે થાય. આમ સંયોગ ઉત્પાદ-વિનાશવાળો હોવાથી સહભાવી નથી. માટે ગુણનું લક્ષણ સંયોગમાં લાગુ પડતુ નથી. તથા વલી સંયોગ બે દ્રવ્યોનો હોય છે.