________________
૬૭૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા–૧૦-૧૨ પણ પ્રતિસમયે થનારા જુદા જુદા અર્થપર્યાયો સંભવે જ છે. તેથી હઠવાદ (હઠાગ્રહકદાગ્રહ) ત્યજીને ત્યાં ચારદ્રવ્યોમાં પણ અર્થપર્યાયો તમે કેમ માનતા નથી ? અર્થાત્ તમારે અર્થપર્યાયો માનવા જોઈએ.
| વ્યંજનપર્યાય માને પણ અર્થપર્યાય ન માને તેને સમજાવવા ઉપર પ્રમાણે યુક્તિ જણાવી. હવે કેટલાક આચાર્યો શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય માને છે. પણ અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય ન માને, કારણકે જીવ-પુદ્ગલની જેમ ધર્માદિ ચાર દ્રવ્યોમાં વ્યવહારનયના વિષયવાળુ પરિણામીપણું ન હોવાથી તે દ્રવ્યો જેવાં છે. તેવાં જ રહે છે. એમ માનીને ફક્ત એકલા શુદ્ધપર્યાય જ માને છે. પણ અશુદ્ધપર્યાય માનતા નથી. તેઓને હવે ગ્રંથકારશ્રી સમજાવે છે. તે ૨૩પ ||
ते धर्मास्तिकायादिकमांहि अपेक्षाई अशुद्धपर्याय पणि होइ, नहीं तो परमाणुपर्यन्त विश्रामइं पुद्गलद्रव्यइं पणि न होइ. एहवइ अभिप्रायई कहइ छइ
તથા તે ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યોમાં જેમ વ્યંજનપર્યાય અને અર્થ પર્યાય બને હોય છે. તેમ શુદ્ધ અને અશુદ્ધ બને જાતના દ્રવ્ય પર્યાય પણ હોય જ છે. અર્થાત્ કેવલ એકલા શુદ્ધ પર્યાય જ હોય છે. આમ નહીં. પરંતુ અશુદ્ધપર્યાય પણ અવશ્ય હોય છે. નિજપ્રત્યયથી જેમ શુદ્ધ પર્યાય છે. તેમ પર પ્રત્યયની વિવક્ષા કરતાં અશુદ્ધ પર્યાય પણ છે જ. જો અશુદ્ધપર્યાય આ ચાર દ્રવ્યોમાં નથી એમ કહીએ તો પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં યણુકાદિસ્કંધોમાં સંયોગજન્ય દ્રવ્ય હોવાથી, મૂલભૂત શુદ્ધ એવા તે પર્યાય ન હોવાથી અશુદ્ધપર્યાય પૂર્વે કહ્યા, તે પણ ન ઘટે, કારણકે લયણુકાદિ સર્વ સ્કંધો આખર તો પરમાણુ પર્યન્તમાં વિશ્રામ પામે જ છે. એટલે કે સર્વે સ્કંધો જે છે. તે પણ પરમાણુ પરમાણુ સ્વરૂપ જ છે. પરમાણુઓના જ બનેલા છે. માત્ર સમૂહ બન્યો છે. પણ અતિરિક્ત કોઈ નવું દ્રવ્ય નથી. અર્થાત્ પરમાણુઓનો સમૂહ બન્યો છે. પરંતુ તેમાં સ્કંધ જેવું કોઈ અપૂર્વતત્ત્વ નથી જ, છેલ્લે તો પરમાણુઓ જ છે. જેમ બુંદીના બનાવેલા એક લાડુમાં આખર તો બુંદીના કણ જ છે લાડુ જેવું કોઈ અપૂર્વતત્ત્વ છે જ નહીં. તેમ પુદ્ગલદ્રવ્યમાં પણ અંતે પરમાણુઓ જ છે એમ માનીને શુદ્ધપર્યાય જ મનાશે. પણ લાડુ જેવુ કોઈ અપૂર્વતત્ત્વ ન હોવાથી અશુદ્ધપર્યાય મનાશે નહીં. પરંતુ આમ નથી. એકપરમાણુને સ્વતંત્રપણે પોતાના રૂપે વિચારીએ તો શુદ્ધપર્યાય કહેવાય છે. અને કોઈ પણ એક પરમાણુને બીજા પરમાણુની સાથે સાંયોગિકભાવે વિચારીએ ત્યારે તેને (યણુકાદિને) અશુદ્ધપર્યાય કહેવાય છે. તેવીજ રીતે ધર્માદિ