________________
૯૭૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા૧૦-૧૨
તે ધર્માસ્તિકાયાદિકમાંહિં અપેક્ષાઇ અશુદ્ધ પર્યાય પણિ હોઈ, નહી તો પરમાણુપર્યન્ત વિશ્રામઇ પુદ્ગલદ્રવ્યઇ પણિ ન હોઈ" એહવઈ અભિપ્રાયઈ કહઈ છઈ
જિમ ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશમાન સંસ્થાનમય શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહિઇ. પર નિરપેક્ષ પણા માટઇ, તિમ લોકવર્તિ દ્રવ્ય સંયોગરૂપ અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય પણિ તેહનો પરાપેક્ષ પણઈ કહતાં અનેકાન્ત વિરોધ નથી. | ૧૪૧૦ |
આકૃતિ તે પર્યાય હુરાઈ, સંયોગ પર્યાય નહીં હોઈ" એવી આશંકા ટાલઈ છઈ-સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહવાઈ છઈ. જે માટિ પર્યાયનાં લક્ષણ-ભેદ રૂપ ઉત્તરાધ્યયનઈ એ રીતિ કહિયાં છઈ. || ૧૪-૧૧ I.
एगत्तं च पुहत्तं च, संखा संठाणमेव य ।। संजोगा य विभागा य, पजवाणं तु लक्खणं ॥ १ ॥
[તેહજ વર્ણવીનઇ કહે છે ઉત્તરાધ્યયન ગાથા-પુત્ત. એ ગાથાર્થનું મનમાંહિ આણી, આર્થરૂપ કરીને ધારો. જેમ મનસંદેહ દૂર ટળે.] (પાઠાન્તર) II ૧૪-૧૨ |
વિવેચન- જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યમાં આઠે. પર્યાયો સમજાવીને હવે ધર્માસ્તિકાયાદિ શેષ ચારે દ્રવ્યોમાં આઠ પ્રકારના પર્યાયો સમજાવે છે
"धर्मास्तिकायादिकना शुद्धद्रव्यव्यंजन पर्याय ज छइ" एहवो जे हठ करइ छइ, तेहनई कहिइं जे-ऋजुसूत्रादेशई करी क्षणपरिणति रूप अर्थपर्याय पणि केवलज्ञानादिकनी परि हठ छांडीनइ तिहां किम नथी मानता ? ॥ १४-९ ॥
ધર્મ અધર્મ આકાશ અને કાળ આ ચારે દ્રવ્યો “અખંડ અને અનાદિ-અનંત છે” તેની જે આકૃતિ છે. તે શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય છે. પગ પહોળા કરીને, કેડે બે હાથ રાખીને, ઉભેલા પુરુષના જેવી ધર્મ-અધર્મદ્રવ્યની પોતાની બનેલી જે “આકૃતિ” છે. તેને નિજપ્રત્યયથી જ્યારે વિચારો, ત્યારે તે શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. લોકાકાશદ્રવ્યની પણ ઉપર મુજબ આકૃતિ છે. પરંતુ અખંડ લોકાલોક રૂપ આકાશ દ્રવ્ય લઈએ તો નક્કરગોળા સમાન જે આકૃતિ છે તે આકાશદ્રવ્યની પોતાની આકૃતિ હોવાથી શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય છે. કાળદ્રવ્યની અઢીદ્વીપ પ્રમાણ જે આકૃતિ છે. તે શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય છે. આ આકૃતિઓ તે તે દ્રવ્યની પોતાની બનેલી છે. એમ વિચારીએ તો શુદ્ધ