Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૪ : ગાથા-૯
૬૬૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યમાં “અણુ” કહેતાં “પરમાણુ” નામનું જે દ્રવ્ય છે. તે શુદ્ધદ્રવ્ય છે. અર્થાત્ બે-ચાર પરમાણુઓના સંયોગથી સ્કંધરૂપે બનીને કૃત્રિમરીતે દ્રવ્ય થયેલું હોય એવું દ્રવ્ય તે નથી. પણ સ્વતંત્ર પણ છે જ. તેવા છે જે એકલા એકલા પરમાણુઓ છે. તેવા પ્રકારનો પરમાણપણાનો જે પર્યાય છે. તે શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય જાણવો. કારણ કે જે સ્કંધ બને છે. તેનો ઉત્પાદ પણ હોય, અને નાશ પણ હોય, જ્યારે પરમાણુઓમાં રહેલા “પરમાણુપણાના પર્યાયનો” સામાન્યથી ક્યારેય પણ ઉત્પાદ નથી અને નાશ પણ નથી. પરમાણુપણાનો આ પર્યાય સંયોગજન્ય પણ નથી. તે મur = તે કારણે આ શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે.
દ્વયશુક-ચણક-ચતુરણુક ઈત્યાદિ જે જે સ્કંધો છે. તેઓમાં રહેલો જે સ્કંધપણાનો પર્યાય છે. તે પુગલ દ્રવ્યનો અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે. કારણ કે તે તે સ્કંધો અનેક અંશોના સંયોગથી બનેલા છે. અને વિયોગ પામવાવાળા પણ છે. તેથી દ્રવ્યનું મૂલભૂત સ્વતંત્ર સ્વરૂપ નથી. તે માટે તે અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. આ જ પ્રમાણે ગુણપર્યાયોમાં પણ પોત પોતાના ગુણોને આશ્રયી શુદ્ધ-અશુદ્ધ ભેદ સમજી લેવા. પરમાણુ દ્રવ્ય સ્વતંત્ર હોવાથી શુદ્ધ દ્રવ્ય છે. તેથી તેના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદિ ગુણોરૂપ જે ગુણ પર્યાયો છે તે શુદ્ધગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. અને યણકાદિ જે સંયોગજન્યદ્રવ્ય છે. તે અશુદ્ધદ્રવ્ય છે. તેથી તેના વર્ણાદિ ગુણોરૂપ જે ગુણ પર્યાયો છે. તે અશુદ્ધગુણવ્યંજન પર્યાય કહેવાય છે. આ રીતે આ ગાથામાં પુગલાસ્તિકાય દ્રવ્યના વ્યંજનપર્યાયના ચારે ભેદો મૂલગાથામાં સમજાવ્યા. પુદ્ગલાસ્તિકાયદ્રવ્યના આ જ પ્રમાણે એકસમયના કાલવડે કરાયેલા સૂક્ષ્મ એવા અર્થપર્યાયો નવમી ગાથાની પ્રથમ પંક્તિથી સમજી લેવા. “સૂક્ષ્મ અર્થપર્યાય તે” અર્થાત્ પરમાણુદ્રવ્યમાં એકસમયકૃત પરમાણુપણાનો પર્યાય, ધણુકાદિમાં એક સમયકૃત હયણુકાદિનો પર્યાય, પરમાણુના ગુણો સંબંધી એક સમયકૃત પર્યાય, અને યણુકાદિ સ્કંધોના ગુણો સંબંધી એકરામયકૃત પર્યાય. આ રીતે ચાર પ્રકારના અર્થપર્યાયો પણ સ્વયં સમજી લેવા. || ૨૩૪ ||
સૂક્ષ્મ અર્થ પર્યાય તે, ધર્માદિક એમ | નિજ પર પ્રત્યયથી લહો, છાંડી હઠ પ્રેમ !
શ્રી જિનવાણી આદરો / ૧૪-૯ |