Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૭૦
ઢાળ-૧૪ : ગાથા-૧૦-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જિમ આકૃતિ ધર્માદિકની, વ્યંજન છઈ શુદ્ધ લોક દ્રવ્ય સંયોગથી, તિમ જાણિ અશુદ્ધ II
શ્રી જિનવાણી આદરો ૧૪-૧૦ || સંયોગઈ આકૃતિ પરિ, પર્જાય કહેવાય ઉત્તરાધ્યયનઈ ભાખિ, લક્ષણ પર્જાય
( શ્રી જિનવાણી આદરો ! ૧૪-૧૧ | એક પૃથક્ત તિમ વલી, સંખ્યા સંઠાણિ વલી સંયોગ વિભાગ એ, મનમાં તું આણિ II
શ્રી જિનવાણી આદરો ! ૧૪-૧૨ || ગાથાર્થ– પુદગલાસ્તિકાયમાં જે વ્યંજનપર્યાયો છે. તે જ સુક્ષ્મ રીતે (એક સમયમાત્રકૃત) વિચારો તો અર્થપર્યાય થાય છે. ધર્માસ્તિકાયાદિ અન્યદ્રવ્યોમાં પણ આ જ પ્રમાણે સ્વપ્રત્યયજન્ય અને પરપ્રત્યયજન્ય શુદ્ધાશુદ્ધ વ્યંજનપર્યાયો અને અર્થપર્યાયો થાય છે. આ વાત કદાગ્રહનો પ્રેમ છોડીને માનવી જોઈએ. + ૧૪-૯ |
ધર્માદિક દ્રવ્યોની પોતાની સ્વયં જે આકૃતિ છે. તે શુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે. લોકાકાશવર્તી આકાશ સ્વરૂપ અન્ય દ્રવ્યના સંયોગથી જ્યારે વિચારીએ ત્યારે તે અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય જાણવા. [ ૧૪-૧૦ |
આકૃતિની પેઠે સંયોગથી જન્ય જે પર્યાય છે. તેને પણ પર્યાય કહેવાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પર્યાયનાં લક્ષણો આ પ્રમાણે કહેલાં છે. તેમાં સંયોગ પણ પર્યાયનું લક્ષણ કહેલું છે.) || ૧૪-૧૧ ||
એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ તથા વળી વિભાગ આ સર્વે પર્યાયનાં લક્ષણો છે. એમ તું મનમાં જાણ. / ૧૪-૧૨ //
ટબો- “ધર્માસ્તિકાયાદિકના શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય જ છઈ” એહવો જે હઠ કરઇ છઇં, તેહનઇ કહિઉં જે-જુસૂત્રાદેશઇ કરી ક્ષણ પરિણતિરૂપ અર્થપર્યાય પણિ કેવલજ્ઞાનાદિકની પરિ હઠ છાંડીનઇ તિહાં કિમ નથી માનતા ? ૧૪-૯ II