________________
૬૭૨
ઢાળ-૧૪ : ગાથા-૧૦-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૮. ચં. પર્યાય કહેવાય છે. અને પરપ્રત્યયથી બનેલી છે આમ જ્યારે વિચારીએ ત્યારે તે જ આકૃતિપર્યાય પરનિમિત્તક છે. માટે અશુદ્ધ દ્રાવ્યું. પર્યાય કહેવાય છે. ઘડામાં ભરેલા પાણીમાં, પાણીની પોતાની ઘટાકારપણે જે આકૃતિ બની તે શુદ્ધપર્યાય, અને પાણીની તે જ આકૃતિ ઘડાથી બની આમ વિચારીએ તો તે અશુદ્ધપર્યાય કહેવાય છે. તેવી જ રીતે અહીં ધર્માદિ ચારે દ્રવ્યોની પોતાની તેવી તેવી આકૃતિ બનેલી છે. આમ
જ્યારે વિચારીએ ત્યારે તે નિજપ્રત્યયથી વિચારતાં શુદ્ધ અને આધારભૂત એવા આકાશ નામના પરદ્રવ્યના સંયોગે થઈ છે આમ પરપ્રત્યયથી થયેલી વિચારીએ તો અશુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે.
આ બન્ને પ્રકારના વ્યંજનપર્યાયમાં પ્રતિસમયના પર્યાયપણે વિચારીએ ત્યારે તે સૂમ ઋજુસૂત્રનયના આધારે વિચાર કરતાં બન્ને પ્રકારના અર્થપર્યાય પણ તે ચારે દ્રવ્યોમાં બને છે. ધર્માદિ ચારે દ્રવ્યોમાં એક એક સમયની જે આકૃતિ છે. તેને નિજપ્રત્યયથી અને પરપ્રત્યયથી વિચારતાં તે જ બે પ્રકારના અર્થપર્યાય પણ બને છે. આ રીતે ધર્માદિ ચારે દ્રવ્યોમાં ચારે પ્રકારના દ્રવ્યપર્યાયો જાણવા. આ જ ચારે દ્રવ્યોમાં ગતિસહકતા, સ્થિતિસહાયકતા, અવકાશ સહાયકતા અને વર્તના હેતુતા આદિ રૂપે જે ગુણો છે. તે ગુણોના પર્યાય તરીકે વિચારીએ ત્યારે ચારે પ્રકારના ગુણપર્યાયો પણ આ ચારે દ્રવ્યોમાં છે. શુદ્ધ-અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય, અને શુદ્ધ અશુદ્ધ ગુણ અર્થ પર્યાય જાણવા.
અહીં કોઈક (દિગંબરાસ્નાયાનુયાયી આત્માઓ) એમ માને છે કે ધર્માસ્તિકાયાદિ શેષ ચાર દ્રવ્યોમાં માત્ર વ્યંજનપર્યાય જ હોય છે. પરંતુ અર્થપર્યાયો હોતા નથી. કારણકે આ ચાર દ્રવ્યો વ્યવહારનયથી જીવ-પુદ્ગલની જેમ પરિણામી નથી. તેથી પ્રતિસમયે કોઈ પણ જાતની હાનિ-વૃદ્ધિ કે પરિવર્તન થતાં નથી. આવા પ્રકારની તેઓની જે આ માન્યતા છે. તે ખોટી છે. હઠવાદ (કદાગ્રહ)રૂપ છે. તેઓને ગ્રંથકારશ્રી કહે છે કે સૂક્ષ્મ ઋજુસૂત્રનય કે જે એક સમયના વર્તમાનકાળને ગ્રહણ કરે છે. તે નયની અપેક્ષાએ (તે નયની પ્રધાનપણે વિવક્ષા કરીએ ત્યારે) ક્ષણપરિણતિ રૂપ અર્થપર્યાય (પ્રતિસમયે દ્રવ્યમાં થતાં પરિવર્તનરૂપ જે પર્યાયો છે. તે પર્યાયો) તે ચાર દ્રવ્યોમાં પણ સંભવે જ છે. કેવલજ્ઞાનમાં જેમ હાનિ-વૃદ્ધિ ન થતી હોવા છતાં પણ શેયપદાર્થોને જાણવા રૂપે શેયના પરિવર્તનોના અનુસાર કેવલજ્ઞાનમાં પણ જ્ઞાયકભાવે પ્રતિસમયે અર્થ પર્યાયો છે. અથવા એકસમયાવચ્છિન્ન, કિસમયાવચ્છિન્ન, ત્રિસમયાવચ્છિન્ન ઈત્યાદિપણે પણ જેમ કેવલજ્ઞાનમાં અર્થપર્યાયો છે. તેવી જ રીતે ધર્માદિ ચાર દ્રવ્યોમાં