________________
૬૭૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા-૧૪ ફક્ત દ્વિતંતુકાદિ બે-ત્રણ-ચાર તંતુઓ સાથે મળીને (એટલે કેવલ સ્વદ્રવ્ય અને સ્વદ્રવ્યનો સંયોગ થઈને બનેલા અપૂર્વપટમાં જ) અખંડપટાત્મક એકદ્રવ્યના જ જનક એવા અવયવસમૂહમાં જ અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય પણ માનવું રૂડું લાગશે.
સારાંશ એવો છે કે જ્યાં જ્યાં સજાતીય દ્રવ્યના અંશો સાથે મળીને અપૂર્વકાર્ય બને ત્યાં જ સંયોગવિશેષ હોવાથી અશુદ્ધપર્યાય માનવાનો રહેશે. જ્યાં જ્યાં વિજાતીયદ્રવ્યનો સંયોગ થવાથી અપૂર્વકાર્ય બનશે ત્યાં સર્વત્ર અશુદ્ધપર્યાય ન માનતાં ઉપચરિત પર્યાય જ માનવો પડશે. પણ તમારી આ વાત બરાબર નથી. કારણકે જો તેમ માનીએ તો જીવદ્રવ્યમાં થતા મનુષ્યાદિ પર્યાયોમાં પુદ્ગલરૂપ વિજાતીય પરદ્રવ્યનો સંયોગ કારણ છે. એટલે ત્યાં પણ ઉપચરિત પર્યાય જ માનવો પડે અને ફક્ત દ્વિતંતુકાદિરૂપે બનતા પટપર્યાયમાં સજાતીય પરદ્રવ્યનો સંયોગ કારણ છે. એટલે ત્યાં જ અશુદ્ધ પર્યાય કહેવાશે. બીજે ક્યાંય અશુદ્ધ પર્યાય મનાશે નહીં તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય વિના ધર્માદિદ્રવ્યોમાં ઘટધર્માસ્તિકાય, પટધર્માસ્તિકાય, ઘટાકાશ પટાકાશાદિ રૂપે થતા પર્યાયોમાં વિજાતીયપરદ્રવ્યનો સંયોગ કારણ છે તેથી ત્યાં પણ અશુદ્ધ પર્યાય ન માનતાં ઉપચરિતા પર્યાય માનવા પડશે. પરંતુ શાસ્ત્રોમાં આવી વાત નથી. તેને બદલે સજાતીય કે વિજાતીય પણ પરદ્રવ્યના “સંયોગ” ના કારણે જે પર્યાયો બન્યા છે તે સ્વતંત્ર એક દ્રવ્યના પોતાના નથી. ઉભયજન્ય છે. માટે અશુદ્ધપર્યાય જ કહેવાય છે. પણ ઉપચરિત પર્યાય કહેવાતા નથી. ઉપચરિત પર્યાય તો ત્યાં કહેવાય કે જ્યાં કલ્પના કરવી પડે. અર્થાત્ જેવું કલ્પીએ તેવું હોય નહીં પણ માનવાનું હોય ત્યાં ઉપચરિતતા કહેવાય છે. વાસ્તવિક સ્વરૂપ અન્યત્ર હોય, અને તેની કલ્પના અન્યત્ર કરાય, જેમ જ્ઞાન ગુણ છે આત્મામાં, પણ પુસ્તકાદિ તેનું કારણ હોવાથી પુસ્તકાદિને પણ જ્યારે જ્ઞાન મનાય ત્યારે ઉપચરિતતા ઘટે. એવું અહીં ધર્માસ્તિકાયાદિમાં નથી. તેથી ઉપચરિત પર્યાય નથી. પણ અશુદ્ધ પર્યાય છે.
આ રીતે ધર્માદિદ્રવ્યોની આકૃતિને સ્વદ્રવ્યના પર્યાયસ્વરૂપે વિચારો અને પરદ્રવ્યની અપેક્ષા ન જોડો તો તે શુદ્ધપર્યાય છે. અને જો તેમાં પરદ્રવ્યની અપેક્ષા જોડો તો તે અશુદ્ધ પર્યાય છે. આ પ્રમાણે પરદ્રવ્યની અપેક્ષા અને પરદ્રવ્યની અનપેક્ષા વડે જ અશુદ્ધપર્યાય અને શુદ્ધપર્યાય સ્વરૂપે વિચારો એટલે કે પરદ્રવ્યની અપેક્ષા ન જોડો તો તે શુદ્ધપર્યાય છે. અને જો તેમાં પરદ્રવ્યની અપેક્ષા જોડો તો તે જ આકૃતિ અશુદ્ધપર્યાય છે. આ પ્રમાણે પરદ્રવ્યની અપેક્ષા અને પારદ્રવ્યની અનપેક્ષા વડે જ અશુદ્ધપર્યાય અને શુદ્ધપર્યાય માનવા ઉચિત છે. આમ બને માનવામાં અનેકાન્તવાદનું