________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા ૭
૬૬૭
પર્યાય પણિ ભિન્ન ભિન્ન દેખાડ્યા છઈ, પઢમસમયસનોમિવસ્થ વનનાળ અપઢમસમયસનોશિમવત્થ વનનાળે'' કૃત્યાવિષનાત્ । તે માટિ ૠજુસૂત્રાદેશઈં શુદ્ધગુણના પણિ અર્થપર્યાય માનવા. || ૧૪-૭ ||
વિવેચન– અહીં દિગંબરાસ્નાય શુદ્ધગુણવ્યંજનપર્યાયમાં શુદ્ધગુણ અર્થપર્યાય ન હોય, એમ માને છે. તે પૂર્વપક્ષ લખીને તેનું નિરસન કરતાં જણાવે છે કે– "केवलज्ञानादिक शुद्धगुणव्यंजन पर्याय ज होइ, तिहां अर्थपर्याय नथी" एहवी कोइक दिक्पटाभासनी शंका टालइ छइ
દિગંબરાસ્નાયમાં જણાવવામાં આવ્યું છે કે, “કેવલજ્ઞાનાદિક” જે જે ક્ષાયિકભાવના શુદ્ધગુણો છે. તે પ્રાપ્ત થયા પછી સદાકાળ રહેનારા છે. તેથી સાદિ-અનંત હોવાથી “શુદ્ધગુણ વ્યંજન પર્યાય” હોય છે. પરંતુ આ ગુણો ક્ષયોપશમભાવવાળા નથી. તેથી તેમાં મતિજ્ઞાનાદિકની જેમ હાનિ-વૃદ્ધિ થતી ન હોવાથી પ્રતિસમયે કંઈ પણ ફેરફાર થતો નથી. તેથી સમયે સમયે થનારા “શુદ્ધગુણ અર્થપર્યાય” ત્યાં હોતા નથી. આવા પ્રકારની દિગંબરાષ્રાયની જે માન્યતા છે. તે બરાબર નથી. તેથી તેઓની આ માન્યતાનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
षड्गुणहानिवृद्धिलक्षणागुरुलघुपर्यायाः सूक्ष्मार्थपर्यायाः । ए जिम कहिउं छड़. तिम क्षणभेदथी केवलज्ञानपर्याय पणि भिन्न भिन्न देखाड्या छइ, ‘‘પમસમયसजोगिभवत्थकेवलनाणे, अपढमसमयसजोगिभवत्थकेवलनाणे" इत्यादिवचनात् । ते माटि ऋजुसूत्रादेशइं शुद्धगुणना पणिं अर्थपर्याय मानवा ॥ १४७ ॥
અનંતાભાગાધિક, અસંખ્યાતભાગાધિક, સંખ્યાતભાગાધિક, સંખ્યાતગુણાધિક, અસંખ્યાતગુણાધિક અને અનંતગુણાધિક આમ ષગુણવૃદ્ધિ અને આ જ પ્રમાણે ષદ્ગુણહાનિ પામવાવાળા અગુરુલઘુગુણના પર્યાયો થાય છે. તે સૂક્ષ્મ એવા અર્થ પર્યાયો છે. આમ જેમ શાસ્ત્રોમાં કહ્યું છે. તેમ કેવલજ્ઞાન પર્યાયમાં પણ ક્ષયોપશમભાવ ન હોવાથી જ્ઞાનગુણની હાનિ-વૃદ્ધિ થવા રૂપે અર્થપર્યાયો ભલે ન હોય, તો પણ જગતમાં રહેલાં સર્વે દ્રવ્યો પોતપોતાના ભાવમાં પ્રતિસમયે ષદ્ગુણ હાનિ-વૃદ્ધિ રૂપે રૂપાન્તર (અર્થપર્યાયો) પામ્યા જ કરે છે. ષદ્ગુણ હાનિ-વૃદ્ધિ પામવા સ્વરૂપ અગુરુલઘુ ગુણવાળાં જ છએ દ્રવ્યો છે. અને તેવા પ્રકારના પરિવર્તનશીલ શેયને જાણવા સ્વરૂપે જ્ઞાન પણ અવશ્ય પરિવર્તન પામે છે. તેથી પ્રતિસમયે કેવલજ્ઞાનના પર્યાય પણ પર્યાયાર્થિકનયથી ભિન્ન ભિન્ન છે. એમ શાસ્ત્રમાં કહેલ છે.
(PI) ૨૦