________________
૬૬૬
ઢાળ-૧૪ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
માંડીને મૃત્યુ પામે ત્યાં સુધી “આ પુરુષ છે, આ પુરુષ છે, આ પુરુષ છે” આમ જે કહેવાય છે. સ્ત્રી-નપુંસક-દેવ-તિર્યંચ આદિ બીજુ કંઈ કહેવાતું નથી. તેથી પુરુષપણાના શબ્દથી વાચ્ય એવો, જન્મથી મરણકાળ સુધી રહેનારો, શારીરિક પુરુષાકૃતિ સ્વરૂપ જે અનુગત (અન્વયરૂપે સદા રહેનારો) એવો પર્યાય છે. તે દીર્ઘકાલવર્તી (આશરે ૧૦૦ વર્ષ રહેનારો)ઃ છે. માટે તે જીવનો તે પુરુષપણાનો પર્યાય વ્યંજનપર્યાય કહેવાય છે. આવું સમ્મતિતર્કમાં કહ્યું છે. તથા તે જ પુરુષમાં કાલક્રમે આવનારા બાલ્યાવસ્થારૂપ પર્યાય, તરુણાવસ્થારૂપ પર્યાય, વૃદ્ધાવસ્થારૂપ પર્યાય, તે પર્યાયો (જો કે માત્ર એકસમયવર્તી નથી, તો પણ) પુરુષપણાના પર્યાયને આશ્રયી અલ્પકાલવર્તી છે. તેથી તેને ઉપચારથી અર્થપર્યાય કહેવાય છે. પરંતુ આ પર્યાયો એકસમય વર્તી ન હોવાથી શુદ્ધ નથી. તેથી અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. આ રીતે સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયોમાં યથાસંભવ ફલાવીને એટલે વિવક્ષા કરીને ઘટાવીને કહેવું. આ બાબતમાં પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના બનાવેલા સમ્મતિતર્કની પહેલા કાણ્ડની ૩૨મી ગાથાની સાક્ષી આપતાં કહે છે કે
पुरिसम्म पुरिससद्दो, जम्माई मरणकालपज्जंतो ।
તસ્સ ૩ વાલાગી, પત્નવમે વહુવિાળા || -૩૨ ॥
“કોઈ એક પુરુષમાં પુરુષશબ્દ જન્મથી મરણકાલ પર્યન્ત જે પ્રવર્તે છે તે વ્યંજનપર્યાય છે. અને તેના બાલાદિ જે બહુવિકલ્પવાળા પર્યાયભેદો છે. તે અર્થપર્યાય જાણવા. ॥ કાંડ ૧, ગાથા-૩૨ || || ૨૩૨ ||
ષગુણહાણિ-વૃદ્ધિથી, જિમ અગુરુલહુત્ત |
નવ નવ તિમ ખિણ ભેદથી, કેવલ પણિ વૃત્ત ||
શ્રી જિનવાણી આદરો || ૧૪-૭ ||
ગાથાર્થ જેમ ષદ્ગુણ હાનિ-વૃદ્ધિથી અગુરુલઘુપણાના પર્યાય કહેવાય છે. તેવી જ રીતે કેવલજ્ઞાનમાં પણ ક્ષણ ક્ષણના ભેદથી નવા નવા પર્યાયો કહેલા જાણવા. || ૧૪-૭ ||
ટો– “કેવલજ્ઞાનાદિક શુદ્ધગુણવ્યંજન પર્યાય જ હોઈ, તિહાં અર્થપર્યાય નથી'' એહવી કોઈક દિક્પટાભાસની શંકા ટાલઈ છઈ- “ષ ુખાનિવૃદ્ધિનક્ષળાનુરુલયુપર્યાયા: સૂક્ષ્માવાયાઃ” એ જિમ-કહિઉં છÛ, તિમ ક્ષણભેદથી કેવલજ્ઞાન