________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા-૪-૬
૬૬૫
પ્રત્યેક સમયમાં ગુણોનાં જે પરિવર્તનો છે. તે સઘળા અર્થપર્યાયો જાણવા. એક એક વ્યંજનપર્યાયની અંતરંગ આવા અસંખ્ય અર્થપર્યાયો પસાર થાય છે. અહીં આઠ પ્રકારના પર્યાયોનાં ઉદાહરણો તથા તેના અર્થો સમાપ્ત થાય છે.
વે અર્થપર્યાયોમાં શુદ્ધાશુદ્ધતા બીજી રીતે પણ છે. તે સમજાવે છે. ક્ષણક્ષણવર્તી જે પર્યાય, તે વાસ્તવિક ક્ષણિક્તાસ્વરૂપવાળા હોવાથી શુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. તથા જે દ્રવ્યનો જે પર્યાય દીર્ઘકાળવર્તી હોય, પરંતુ બીજા સ્થૂલપર્યાયની અપેક્ષાએ અલ્પકાલવર્તી હોય, જેમ કે મનુષ્યત્વ પર્યાયની અપેક્ષાએ બાલત્વ પર્યાય. તે અલ્પકાળવ પર્યાય, દ્રવ્યનો આ બાલત્વપર્યાય એકસામયિકકાળ વાળો પર્યાય ન હોવા છતાં “અલ્પકાલત્વ”ની વિવક્ષાએ અર્થ પર્યાય કહેવાય છે. અને તે પર્યાયમાં એક સમય કાલ પ્રમાણતા નથી. તેથી તે પર્યાયને અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિએ દીક્ષા લીધી, તેનામાં આવેલો સાધુપણાનો પર્યાય મરણપર્યન્ત રહેવાનો હોવાથી દીર્ઘકાળવર્તી છે. માટે વ્યંજનપર્યાય છે. તે જીવન દરમ્યાન આવનારા ગણિપણાનો પર્યાય, પન્યાસપણાનો પર્યાય, ઉપાધ્યાયપણાનો પર્યાય, અને આચાર્યપયણાનો પર્યાય, આ ચારે પર્યાયો માત્ર એકક્ષણવર્તી નથી તેથી શુદ્ધ અર્થ પર્યાય નથી, તો પણ “સાધુપણાના” પર્યાયને આશ્રયી અલ્પકાલવર્તી છે. તેથી તે અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. આ જ વિષય ઉપર ગ્રંથકારશ્રી પોતે જ આગલી ગાથામાં ઉદાહરણ આપે છે. ॥ ૨૩૧ ॥
इहां वृद्धवचन सम्मति देखाइ छइ, जिम पुरुषशब्द वाच्य, जे जन्मादि मरणकालपर्यन्त एक अनुगत पर्याय, ते पुरुषनो व्यंजनपर्याय. सम्मतिग्रंथई कहिओ छइ. तथा बालतरुणादि ते अर्थपर्याय कहिया. तिम सर्वत्र फलावी लेवुं. अत्र गाथा -
पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपज्जंतो ।
તરૂ ૩ વાલાસા, પદ્મવમેયા બહુવિાળા || -૨ ॥ ॥ ૪-૬ ॥
સર્વે દ્રવ્યોના ક્ષણ ક્ષણવર્તી જે અર્થપર્યાય છે. તે શુદ્ધ અર્થપર્યાય અને દીર્ઘકાલવર્તી પર્યાયની અપેક્ષાએ જે અલ્પકાલવર્તી પર્યાય, પછી ભલે તે એકસમયવર્તી ન હોય તો પણ (એટલે કે વાસ્તવિકપણે તો વ્યંજનપર્યાય હોવા છતાં પણ) અલ્પકાલવર્તિતા છે તેથી તેને આશ્રયી ઉપચાર કરવાથી તે અશુદ્ધ અર્થપર્યાય કહેવાય છે. આ બાબતમાં વૃદ્ધ પુરુષોનાં વચનોની સાક્ષી આપીને સમ્મતિ જણાવે છે. જેમ કે કોઈ એક જીવ માનવભવમાં પુરુષપણે જન્મ્યો, તે ધારોકે ૧૦૦ વર્ષ જીવ્યો. તો તે માનવને જન્મથી