________________
૬૬૪
ઢાળ-૧૪ : ગાથા-૪-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. અને કર્મની અપેક્ષાવાળા છે. તેથી અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય છે. અહીં ક્ષયોપશમ ભાવમાં કર્મોનો ઉદય ચાલુ છે. ભલે મંદ ઉદય કરાયો હોય પણ અન્ય દ્રવ્યનો સંબંધ છે. માટે અશુદ્ધ કહેલ છે. તેવી જ રીતે ઉપશમ ભાવમાં ભલે કર્મોનો ઉદય નથી, તો પણ સત્તા છે. સત્તાગત કર્મ પણ આત્માની ક્ષાવિકભાવ જેવી નિર્મળતા પ્રાપ્ત કરવા દેતું નથી. તેથી જ અગ્યારમા અને બારમા ગુણસ્થાનકે આમ બન્ને ગુણસ્થાનકે મોહનીયનો ઉદય ન હોવા છતાં વીતરાગદશા સમાન હોવા છતાં પણ અગ્યારમા ગુણસ્થાનકની ઉપશાન્તમોહની ગુણશ્રેણી કરતાં બારમા ગુણસ્થાનકની ક્ષણમોહની ગુણશ્રેણી અનંતગુણા કર્મોની નિર્જરાવાળી છે. તેથી અહીં મતિ જ્ઞાનાદિ અને સમ્યકત્વચારિત્રાદિ જે ગુણો ક્ષયોપશમભાવના અને ઉપશમભાવના છે. તે ગુણો શાયિકભાવના ગુણો જેવા શુદ્ધ નથી. માટે અશુદ્ધગુણ વ્યંજન પર્યાયો જાણવા. || ૩૦ ||
इम ऋजुसूत्रादेशई क्षणपरिणत जे अभ्यंतरपर्याय, ते शुद्ध अर्थ पर्याय, अनई जे जेहथी अल्पकालवर्ती पर्याय, ते तेहथी अल्पत्वविवक्षाई अशुद्ध अर्थपर्याय कहवा. | ૨૪-બ
ત્રીજી અને ચોથી ગાથામાં જે ચાર પ્રકારના વ્યંજનપર્યાયો સમજાવ્યા. જેવા કે સિદ્ધત્વ, મનુષ્યાદિ, કેવલજ્ઞાન અને મતિજ્ઞાનાદિ, આ ચારે વ્યંજનપર્યાયોમાં સૂક્ષ્મ ઋજુસૂત્રનયની આજ્ઞાને અનુસાર ક્ષણ-ક્ષણવર્તી પર્યાયો જો વિચારવામાં આવે તો આ જે ક્ષણિકપર્યાયો છે. તે દીર્ઘકાળવર્તી વ્યંજનપર્યાયની અભ્યત્તરવર્તી છે. અંતરંગરૂપે રહેલા છે. કોઈ પણ એક દીર્ઘકાળવાર્તા પર્યાયમાં અસંખ્ય ક્ષણિક પર્યાયો પસાર થાય છે. તેવા ચારે પ્રકારના ક્ષણિક પર્યાયોને અર્થ પર્યાય કહેવાય છે. વ્યંજનપર્યાયનાં જે ચાર ઉદાહરણો છે. તે જ એક સમયવર્તી સિદ્ધત્વ, મનુષ્યત્વ કેવલજ્ઞાન અને મતિજ્ઞાન વિગેરે વિચારીએ તો તે અર્થપર્યાયનાં ઉદાહરણો જાણવાં.
સિદ્ધત્વ પર્યાય પણ પ્રતિસમયે પરિવર્તનશીલ છે. એક સમયનું સિદ્ધત્વ, બે સમયનું સિદ્ધત્વ, જેને મોક્ષે ગયાને ત્રણ સમય થયા હોય તે જીવનું ત્રણસમયનું સિદ્ધત્વ ઈત્યાદિ શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય ત્યાં પણ જાણવા. એવી જ રીતે પ્રતિસમયે બદલાતું મનુષ્યત્વ તે અશુદ્ધદ્રવ્ય અર્થપર્યાય જાણવા. શેયની પરાવૃત્તિ પ્રમાણે પ્રતિસમયે બદલાતું કેવલજ્ઞાન તે શુદ્ધગુણ અર્થપર્યાય જાણવા. અને ક્ષયોપશમભાવની હાનિ-વૃદ્ધિ પ્રમાણે પ્રતિસમયે હાનિ-વૃદ્ધિ પામતું મતિજ્ઞાનાદિ, તે અશુદ્ધ ગુણ અર્થપર્યાય જાણવા. આ રીતે સમય સમયનાં દ્રવ્યનાં જે પરિવર્તનો છે તે, અને ગુણોની હાનિ-વૃદ્ધિરૂપ