Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૬૨
ઢાળ-૧૪ : ગાથા-૪-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (એકલા જીવદ્રવ્યથી પોતાનામાંથી) ભાવથી (નિપજેલો છે. તેથી) અર્થાત્ અવદ્રવ્યના સંબંધથી થયેલ નથી. તે માટે તે શુદ્ધ કહેવાય છે. ૨૨૯ !
અશુદ્ધ દ્રવ્ય વ્યંજન બહુ, મનુજાદિક ભેદ | ગુણથી વ્યંજન ઈમ દ્વિધા, કેવલ મઈ ભેદ //
શ્રી જિનવાણી આદરો + ૧૪-૪ || ઋજુસૂગાદેશઈ કરી, ક્ષણપરિણત એહ / કહો અર્થ પક્ઝાય એ, અભ્યતર જેહ ||
શ્રી જિનવાણી આદરો / ૧૪-૫ / પુરુષ શબ્દ જિમ પુરુષનઈ, વ્યંજન પર્યાય | સમ્મતિ ગ્રંથિ અર્થથી, બાલાદિ કહાય !!
શ્રી જિનવાણી આદરો | ૧૪-૬ | ગાથાર્થ– મનુષ્ય-દેવાદિ બહુ પ્રકારે જીવદ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય જાણવા. આ જ રીતે કેવલજ્ઞાન અને મતિજ્ઞાન એ જીવદ્રવ્ય સંબંધી શુદ્ધ-અશુદ્ધ બે પ્રકારનાં ગુણપર્યાયનાં ઉદાહરણો જાણવાં. ૧૪-૪ ||
| (સૂક્ષ્મ) ઋજુસૂત્ર નયની આજ્ઞાનુસાર આ જ ચારે પર્યાયો ક્ષણપરિણતિવાળા લઈએ તો તે ચારે અર્થપર્યાય જાણવા. આ ચારે અર્થ પર્યાયો (વ્યંજનપર્યાયની અંદર વર્તી છે. અર્થાત્) અત્યંતર રૂપ છે. તે ૧૪-૫ ||
જેમ એપુરુષને જન્મથી મૃત્યુ સુધી “આ પુરુષ છે. આ પુરુષ છે” એવો જે શબ્દપ્રયોગ થાય છે. તે વ્યંજન પર્યાય છે. અને બાલાદિ જે અવસ્થા કહેવાય છે. તે પણ અપેક્ષા વિશેષે અર્થપર્યાય છે. આમ સમ્મતિતર્કનામનો ગ્રંથ કહે છે. / ૧૪-૬ .
ટબો- અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય-મનુષ્ય, દેવ, નારક, તિર્યગાદિ બહુ ભેદ જાણવા. જે માર્ટિ-તે દ્રવ્યભેદ પુદ્ગલ સંયોગ જનિત છઈ. ઈમ શુદ્ધગુણ વ્યંજન પર્યાય કેવલજ્ઞાનાદિ રૂપ, અશુદ્ધ ગુણ વ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ જાણવા. |૧૪-૪ II