________________
ઢાળ-૧૪ : ગાથા૧-૩
૬૬૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જ રહે, તેમાં ત્રિકાલસ્પર્શિતા ન આવે, માટે કંઈક અધિકકાળવર્તી એવા દીર્ઘકાળવર્તી, જે પર્યાય તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને જે પર્યાય માત્ર વર્તમાનકાલસ્પર્શી જ હોય એટલે કે એકસમયમાત્ર જ વર્તનારો હોય તે અર્થપર્યાય કહેવાય છે.
જેમ કે ઘટાદિકમાં રહેલો “મૃન્મયત્વ” (માટીમયપણું) જે પર્યાય છે. તે વ્યંજનપર્યાય છે. મૃર્લિંડ, સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ, અને કપાલાદિ સઘળી અવસ્થાઓમાં જે “મૃન્મયત્વ”, પૃથ્વીત્વ”, “કઠીનત્વ” વિગેરે જે જે પર્યાયો છે. તે દીર્ઘકાળવાર્તા છે. એટલે ત્રણે કાળને સ્પર્શનારો આ પર્યાય છે. તેથી વ્યંજનપર્યાય કહેવાય છે. અને પુદ્ગલાસ્તિકાય એ દ્રવ્ય કહેવાય છે. પુદ્ગલદ્રવ્ય અનાદિ-અનંત છે. તેથી દ્રવ્ય છે. તેમાંથી કાળક્રમે થયેલો “મૃન્મયત્વ” પર્યાય એ સાદિ-સાત્ત છે. તો પણ કંઈક અધિક દીર્ઘકાળવાર્તા છે. એટલે “મૃન્મયત્વ” આવ્યા પછી જેમ જેમ કાળ જાય છે. તેમ તેમ ભૂતાદિ ત્રણે કાળને સ્પર્શનારો આ પર્યાય બને છે તેવી જ રીતે પુગલાસ્તિકાયનો સુવર્ણમયત્વ” પર્યાય, જીવદ્રવ્યનો મનુષ્ય-દેવાદિ પર્યાય તે સઘળા વ્યંજનપર્યાય કેહવાય છે. અને તે તે પર્યાયોમાં તત્તëણવર્તિ જે પર્યાય તે અર્થ પર્યાય કહેવાય છે. “મૃન્મયત્વમાં” એકક્ષણ માત્ર રહેવાવાળું એવું જે “મૃત્મયત્વ” છે. તે અર્થપર્યાય છે. કારણ કે પૂરણગલન સ્વભાવ પુદ્ગલદ્રવ્યનો હોવાથી એકક્ષણે ઘડામાં જે મૃન્મયત્વ છે તે “પૃન્મયત્વ” બીજા ક્ષણે નથી, કેટલાક કણ બદલાઈ ગયા છે. બીજા ક્ષણે જે “મૃત્મયત્વ” છે. તે ત્રીજા ક્ષણે નથી. કારણકે તેમાં પણ બીજા કેટલાક કણ બદલાઈ ગયા છે. તેથી કોઈ પણ એકક્ષણ વતી જે મૃન્મયત્વ પર્યાય છે. તે બીજા ક્ષણે નથી. તે માટે તે અર્થપર્યાય જાણવો. નૈગમાદિ પ્રથમના ત્રણ નયને ન સ્પર્શતાં જ્યારે ઋજુસૂત્રનયથી વિચારીશું ત્યારે આ અર્થપર્યાય સમજાશે, દીર્ઘકાળવાર્તા જે વ્યંજન પર્યાય છે. તે સ્કૂલઋજુસૂત્રનયથી જાણવો. અને તત્તક્ષણવર્તી જે અર્થપર્યાય છે. તે સૂકમઋજુસૂત્રનયથી જાણવો. ઋજુસૂત્રાદિ પાછળલા ચાર નો પર્યાયાર્થિકનયના ભેદો છે. | ૨૨૮ |
ते प्रत्येकई २ प्रकारइं हुई, एक द्रव्यपर्याय, (बीजो) गुणपर्याय, इम भेदथी, ते वली शुद्ध-अशुद्ध भेदथी २ प्रकारे होइ, तिहां-शुद्धद्रव्यव्यंजनपर्याय कहिइं, चेतनद्रव्यने सिद्धपर्याय जाणवो. केवलभावथी ॥ १४-३ ॥
તે પ્રત્યેક (વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બને) પર્યાયો બે પ્રકારે છે. એક દ્રવ્યસંબંધી પર્યાય, અને બીજો ગુણસંબંધી પર્યાય, આવા પ્રકારના ૨*૨=૪ ભેદ પર્યાયના થાય છે. તે વળી શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે બે પ્રકારના છે. એટલે