________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા૧-૩
૬૫૯ તે પ્રત્યકઈ ૨ પ્રકારઈ હુઈ, એક દ્રવ્યપર્યાય, ગુણપર્યાય ઈમ ભેદથી, તે વલી શુદ્ધ અશુદ્ધ ભેદથી ૨ પ્રકારે હોઈ. તિહાં શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહિઈ, ચેતન દ્રવ્ય સિદ્ધપર્યાય જાણવો, કેવલભાવથી. / ૧૪-૩ /
વિવેચન- દ્રવ્યોના અને ગુણોના ભેદો સમજાવીને હવે ક્રમ પ્રાપ્ત એવા પર્યાયોના ભેદ તથા તેનું સ્વરૂપ સમજાવે છે.
हवइ पर्यायना भेद सांभलो, ते पर्याय संक्षेपइं २ प्रकारई होइं, एक व्यंजनपर्याय, વનો મર્થપર્યાય સંક્ષેપણું વહા. ૨૪-|
હવે પર્યાયના ભેદ તમે સાંભળો, મૂળભૂત જે છ દ્રવ્યો છે. તેનું જે પરિવર્તન, તેનું જે રૂપાન્તર થવું, એકસ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જવું તે પર્યાય કહેવાય છે. પર્યાય પરિવર્તનાત્મક હોવાથી સદા અનિત્ય છે. તેથી ક્રમભાવિપણું તે પર્યાયનું લક્ષણ છે. અને તે લક્ષણ તેમાં બરાબર સંભવે છે. તેના સંક્ષેપમાં બે પ્રકાર છે. એક વ્યંજનપર્યાય અને બીજો અર્થપર્યાય. તે બન્નેના અર્થ હવે પછીની ગાથામાં આવે છે. જે ૨૨૭
जे-जेहनो त्रिकालस्पर्शी पर्याय, ते-तेहनो व्यंजनपर्याय कहिइं, जिम-घटादिकनई मृदादिपर्याय, तेहमां सूक्ष्मवर्तमानकालवर्ती अर्थपर्याय. जिम घटनइं तत्तत्क्षणवर्ती पर्याय. ૨૪-૨ .
મેહનો એટલે કે જે દ્રવ્યોના, ને એટલે જે જે પર્યાયો, ત્રણે કાળને સ્પર્શનારા હોય છે. તેનો = તે તે દ્રવ્યોના, તે એટલે તે તે પર્યાયો વ્યંજનપર્યાય કહેવાય છે. સારાંશ કે જે દ્રવ્યોના જે પર્યાયો ત્રિકાળવર્તી હોય છે. એટલે કે દીર્ઘકાળવર્તી હોય છે. તે દ્રવ્યના તે પર્યાયો વ્યંજનપર્યાય કહેવાય છે. અહીં “ત્રિકાશવર્તી” શબ્દનો અર્થ “અનાદિ-અનંત” એવો ન કરવો. જે પર્યાય અનાદિકાળથી છે અને અનંતકાળ રહેશે એવો અર્થ ન કરવો. કારણ કે દ્રવ્ય જ અનાદિ-અનંત હોય છે. પર્યાય તો પરિવર્તનાત્મક હોવાથી સાદિ-સાત્ત હોય છે. પરંતુ “ત્રિકાશવર્તી” નો અર્થ “પૂર્વાપર અનુગત” એવો અર્થ કરવો. એક-બે સમયથી અધિક કાળ રહેનારો જે પર્યાય, તે “ત્રિકાશવર્તી” પર્યાય કહેવાય છે. ઓછામાં ઓછા ત્રણ સમય કે તેથી વધારે સમય રહેનારો પર્યાય હોય, તો તે પર્યાય ત્રણે કાળ રહેનાર કહેવાય છે જે પર્યાય થોડોક લાંબો કાળ હોય, તેમાં પર્યાય પ્રગટ થયા પછી કંઈક લાંબો કાળ હોવાથી તે પર્યાય ભૂતકાલસ્પર્શી, વર્તમાનકાલસ્પર્શી અને ભવિષ્યકાલસ્પશી પણ કહી શકાય, જે પર્યાય એકસમય માત્ર