________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૪ : ગાથા-૧-૩
૬૬૧
૪×૨=૮ આમ કુલ ૮ પ્રકારના પર્યાયો થાય છે. ચાર પ્રકારના વ્યંજનપર્યાય અને ચાર પ્રકારના અર્થપર્યાય. એટલે પર્યાયના ૮ ભેદ આ પ્રમાણે થાય છે.
પર્યાય
શુદ્ધ
દ્રવ્ય
વ્યંજન
ગુણ
અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ
૨
૩
૪
(૧) શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય (૩) શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય (૫) શુદ્ઘ દ્રવ્ય અર્થ પર્યાય (૭) શુદ્ધ ગુણ અર્થ પર્યાય
દ્રવ્ય
અર્થ
શુદ્ધ અશુદ્ધ શુદ્ધ
૫
.
ગુણ
(૨) અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય (૪) અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય (૬) અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય (૮) અશુદ્ધ ગુણ અર્થ પર્યાય.
અશુદ્ધ
८
પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીકૃત સમ્મતિતર્કમાં જે પ્રમાણે પર્યાયના ભેદો જણાવ્યા છે. તેને અનુસારે ગ્રંથકારશ્રી અહીં જણાવે છે. તે સમ્મતિતર્કની ગાથા આ પ્રમાણે છે
जो उण समासओच्चिय, वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो, भइयव्वो वंजणवियप्पो ॥ १३० ॥
સમ્મતિપ્રકરણમાં પ્રથમકાંડમાં ગાથા ૩૦ થી ૩૬માં પર્યાયનો વિષય જાણવો.
ત્યાં ૧ શુદ્ઘ દ્રવ્યયંજનપર્યાય નામના પ્રથમભેદનું ઉદાહરણ જણાવે છે. ચેતનદ્રવ્યમાં જે “સિદ્ધત્વ” પર્યાય પ્રગટ થાય છે. તે શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. કારણકે ચેતન” એ દ્રવ્ય છે. તેનો આ પર્યાય છે. માટે દ્રવ્યપર્યાય' થયો. દીર્ઘકાળવર્તી છે, માટે વ્યંજન પર્યાય કહેવાય છે. તથા આ સિદ્ધત્વપર્યાય કેવળ એકલા જીવદ્રવ્યનો પોતાનો સ્વાભાવિક છે. કર્મ કે શરીરાદિ અન્ય પુદ્ગલદ્રવ્યના સંબંધથી બનેલ નથી. સર્વકર્મના ક્ષયજન્ય એટલે કે ક્ષાયિકભાવથી બનેલ આ પર્યાય છે. વનમાવથી આ શબ્દમાંથી આ અર્થ કાઢવાનો છે કે આ સિદ્ધત્વપર્યાય કેવલ