________________
ઢાળ-૧૩ : ગાથા-૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૬૫૭ ટબો- ઈમ એ સ્વભાવભેદ સહિત ગુણના પ્રકાર કહીયા. હવઈ પર્યાયના ભેદ સાંભળો. સુયશના ભંડાર-એહવા શ્રોતાપુરુષો. I ૧૩-૧૮ NI
વિવેચન– સામાન્ય-વિશેષ ગુણો અને સામાન્ય-વિશેષ સ્વભાવો, તથા તેમાં કરાયેલી નયયોજના, ઈત્યાદિ જણાવીને હવે તેનો ઉપસંહાર કરતાં જણાવે છે કે
इम ए स्वभावभेद सहित गुणना प्रकार कहीया, हवइ पर्यायना भेद सांभलो. સુયશના મંડર-ઠ્ઠવી શ્રોતાપુરુષો || ૨૩-૧૮ ||
આ પ્રમાણે સામાન્યસ્વભાવોના ભેદ ૧૧, વિશેષસ્વભાવોના ભેદ ૧૦, સહિત સામાન્યગુણોના પ્રકારો ૧૦ અને વિશેષગુણોના પ્રકારો ૧૬ અમે સમજાવ્યા. તથા તેમાં કરેલી નયોની યોજના પણ દિગંબરાસ્નાયને અનુસારે (પ્રવચનસાર, નયચક્ર અને આલાપપદ્ધતિ આદિ ગ્રંથોને અનુસાર) સમજાવી. આ વિષય બુદ્ધિપૂર્વક ચિંતન-મનન કરવા જેવો છે. ગીતાર્થમહાત્મા પુરુષોની નિશ્રામાં રહીને પઠન-પાઠન કરવા જેવો છે. જેથી ક્યાંય ખોવાઈ ન જઈએ.
હવે ચૌદમી ઢાળમાં અમે પર્યાયના ભેદો જણાવીશું. આ ગ્રંથનું નામ “દ્રવ્યગુણ-પર્યાયનો રાસ” છે. ત્યાં ૧૦મી ઢાળમાં દ્રવ્યોનું વર્ણન કર્યું. અગ્યારમી-બારમી અને તેરમી ઢાળમાં ગુણોનું (અને ગુણોના પ્રસંગથી સ્વભાવોનું) વર્ણન કર્યું. તેથી ક્રમ પ્રાપ્ત એવા પર્યાયોનું વર્ણન હવે અમે ચૌદમી ઢાળમાં કરીશું. તે વર્ણન હે શ્રોતાજનો! તમે સાવધાન થઈને સાંભળો. આ તત્ત્વરૂપી અમૃત સાંભળનારા શ્રોતાજનો કેવા છે ? તે જણાવવા એક વિશેષણ લખે છે કે- “સારા યશના ભંડાર” જે આત્માઓ આવા પ્રકારનું દ્રવ્યાનુયોગનું તત્ત્વામૃતનું પાન કરે છે. તે આત્માઓ યથાર્થ સમ્યક જ્ઞાની બનીને સ્વ-પરનો ઉપકાર કરતા છતા જગતમાં સુંદર યશવાળા ભૂતકાળમાં બન્યા છે. વર્તમાનકાળમાં બને છે અને ભાવિમાં પણ સારા યશસ્વી બનશે.
તથા “સુયશ” શબ્દથી ગ્રંથકારશ્રીએ પોતાનું કર્તા તરીકે નામ પણ ગર્ભિતપણે જણાવ્યું છે. | ૨૨૬ ||
તેરમી ઢાળ સમાપ્ત