Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૫૬
ઢાળ-૧૩ : ગાથા–૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાર્થિકનયનો જ વિષય બનશે. પર્યાયાર્થિકનય તો ક્યાંય લાગશે જ નહીં, અને સપ્તભંગીમાં તો પહેલા અને બીજા ભાગમાં મુખ્ય-ગૌણભાવે બન્ને નયોનો આશ્રય હોય જ છે. હવે જો એકલો દ્રવ્યાર્થિકનય જ લઈએ. તો અસ્તિ-નાસ્તિ આમ બન્ને સ્વરૂપ સમજાવવા એક જ નય સ્વીકારતાં બીજા નયનો અપલાપ થાય. અને જો બને ભાંગામાં મુખ્ય-ગૌણભાવે વારાફરતી બને નયો લઈએ તો ઉપરોક્ત દિગંબરાસ્નાયમાં જણાવેલી નયોની આ પ્રક્રિયા ભાંગી જાય અર્થાત્ ખોટી ઠરે. તેઓએ એક દ્રવ્યાર્થિકનયથી જ આ બન્ને સ્વભાવો ઘટાવ્યા છે. તેથી પર્યાયાર્થિકનયનું ક્યાંય સ્થાન રહેતું જ નથી. સપ્તભંગીમાં પણ મૂલ આધારભૂત તો બે જ ભંગ છે. માટે ત્યાં બે નય હોવા જોઈએ શેષભંગ તો સંચારણથી થાય છે. આ બન્ને ભંગમાં જો એક જ નય હોય, તો બીજો નય ક્યાં લગાડવાનો ? અને જો આ બન્ને ભંગમાં મુખ્ય-ગૌણ ભાવે બન્ને નય લગાડવાના ન હોય તો સપ્તભંગીમાં સાપેક્ષતા રહેલી નથી. અને જો મુખ્ય-ગૌણ ભાવે બને નય લગાડવાના હોય તો દિગંબરાસ્નાયકથિત પ્રક્રિયાનું જે એક નયોક્ત સ્વરૂપ છે તે ખોટુ ઠરે છે.
આવી આવી ઘણી વાતો અહીં (આ દિગંબરાસ્નાયની પ્રક્રિયામાં) વિચારવા જેવી છે. તેથી બધુ બરાબર જ છે. એમ ન સમજી લેવું. આત્માર્થી જીવોના કલ્યાણ અર્થે જ તેઓને અસહ્માર્ગથી બચાવવા માટે જ અહીં (શ્વેતાંબરામ્નાયના ગ્રંથમાં) આ ચર્ચા (દિગંબરાસ્નાયમાં બતાવેલી ગુણો-સ્વભાવો અને નયોની ચર્ચા) કરી છે. તેથી વિદ્વાન મહાત્માઓએ કોઈપણ પક્ષ પ્રત્યે અંતર્વેષ રાખ્યા વિના જે જે સાચુ લાગે અને આત્માને ઉપકાર કરનારું લાગે છે તે અવશ્ય સ્વીકારવું અને જે કંઈ ખોટું લાગે ત્યાંથી ચિત્તને હઠાવી લેવું. આવો વિવેક સ્વયં કરવો. અથવા ગીતાર્થોની નિશ્રામાં રહીને અધ્યયન કરવા દ્વારા આવો વિવેક લાવવો. આ જ વાત પૂજ્ય ગ્રંથકારશ્રીએ છઠ્ઠી ઢાળની બીજી ગાથામાં કહી જ છે. કે “બહુ ભ્રાન્તિ ફઈલી જઈન શઈલી, સાચલું મન ધાર રે, ખોટડુ જે કાંઈ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે. (જુઓ છઠ્ઠી ઢાળ.) મે ૨૨૫ / સ્વભાવ ભેદ સહિત કહિયા રે, ઈમ એ ગુણહ પ્રકાર . હવઈ ભેય પwાયના રે, સુણિઈ સુજસ ભંડારો રે ||
ચતુર વિચારીએ / ૧૩-૧૮ | ગાથાર્થ– સ્વભાવના ભેદો સાથે આ પ્રમાણે ગુણોના પ્રકારો સમજાવ્યા, સારા યશના ભંડારભૂત એવા હે શ્રોતાજનો ? હવે પર્યાયના ભેદો તેમ સાંભળો. તે ૧૩-૧૮ |