Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૫૪
ઢાળ-૧૩ : ગાથા૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્તરાધ્યયનસૂત્રની આ પંક્તિનો અર્થ પણ ઉપર સમજાવ્યા પ્રમાણે, ગુણો ફકત દ્રવ્યાશ્રિત અને પર્યાયો દ્રવ્ય-ગુણ આમ ઉભયાશ્રિત છે. એવો અર્થ થાય છે. જેમ જ્ઞાનાદિ ગુણો કેવળ એક્લા જીવદ્રવ્યને જ આશ્રિત છે. પરંતુ મનુષ્ય-દેવ-તિર્યંચ આદિ જે જે પર્યાય બને છે. તે પર્યાયોમાં જીવ દ્રવ્ય પણ તે ભાવે પરિણામ પામે છે. અને જીવદ્રવ્યના ગુણો પણ તે પર્યાયને અનુકુળભાવે પરિણામ પામે છે. ગમે તેટલાં પાપો કર્યા હોય તો પણ જે જીવ નરકગતિ પામે છે. ત્યારે નરકભવને અનુરૂપ અવધિજ્ઞાનાદિ ગુણો યુક્ત તે પર્યાય પ્રાપ્ત થાય છે. આ રીતે જે પર્યાય છે. તે દ્રવ્ય-ગુણ એમ ઉભયાશ્રિત છે. તથા આ ગાથાઓમાં દિગંબરાસ્નાયની પ્રક્રિયાની ચિંતવણા ચાલે છે. એટલે તે આમ્નાયમાં હાલ વર્તમાનકાલમાં કોઈ કોઈ એમ માને છે કે એકદ્રવ્ય બીજદ્રવ્યને કંઈ જ કરી શકતું નથી. નિમિત્ત કંઈ જ કરતું નથી. ઉપાદાનમાંથી જ પર્યાય પ્રગટ થાય છે. તેથી તે માન્યતા ટાળવા નીચેની વાત ધ્યાનથી વિચારવા જેવી છે.
કોઈ પણ એકદ્રવ્ય બીજા દ્રવ્યની સાથે અનંતકાળ રહે તો પણ તેને દ્રવ્યાન્તર ન કરી શકે. જેમ જીવદ્રવ્ય અનંતકાળ શરીરાદિપુગલ દ્રવ્યની સાથે રહે તો પણ જીવ એ પુદ્ગલદ્રવ્ય ન બને અને પુગલદ્રવ્ય એ જીવદ્રવ્ય ન બને, આમ કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને દ્રવ્યાન્તર કરી શકતું નથી આ બાબતમાં એ વાત ઠીક છે. પરંતુ પર્યાયાન્તર કરી શકે છે. નવા નવા પર્યાય થવામાં અવશ્ય બીજુ દ્રવ્ય પણ ઉપકારક છે. બન્ને દ્રવ્યો (ઉપાદાન અને નિમિત્ત) સાથે મળીને જ પર્યાયપ્રગટ થાય છે. ઉપાદાન દ્રવ્ય ઉપાદાનભાવે અને નિમિત્તદ્રવ્ય નિમિત્તભાવે પર્યાયનાં કારક છે. ઉપાદાન અને નિમિત્ત આમ બન્નેના યોગથી જ પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાયમાં દ્રવ્ય પણ પરિણામ પામે છે અને ગુણો પણ તે ભાવે પરિણામ પામે છે.
આમ સ્વભાવો તે ગુણ-પર્યાયથી જુદા નથી. આ વાતની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. હવે દિગંબરાસ્નાયમાં કહેલી નય પ્રક્રિયામાં બીજી એકવાત પણ ચિંત્ત્વ છે. તે સમજાવે છે–
"यदि च स्वद्रव्यादिग्राहकेण अस्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः" इत्यभ्युपगम्यते तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात् सप्तभङ्गयामाद्यद्वितीयोर्भङगयोद्रव्यार्थिकपर्यायार्थिकाश्रयणे प्रक्रिया भज्यते इत्याद्यत्र बहु विचारणीयम् ॥ १३-१७ ॥