________________
૬૫૨ ઢાળ-૧૩ : ગાથા-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ तथोक्तं उत्तराध्यययनेषु
गुणाणमासवो दव्वं, एगदव्वस्सिआ गुणा । लक्खणं पज्जवाणं त्त उभओ अस्सिआ भवे ॥१॥ (ઉત્તરાધ્યયન સૂત્ર, મોક્ષમાર્ગ ગત્યાગ નામના ૨૮મા અધ્યયની આ છઠ્ઠી ગાથા છે)
"यदि च स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः, इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात् सप्तभङ्ग्यामाद्यद्वितीययोर्भङगयोद्रव्यार्थिकपर्यायार्थिकाश्रयणे प्रक्रिया भज्येत" इत्याद्यत्र बहु विचारणीयम् ॥१३-१७॥
વિવેચન- દિગંબરાસ્નાયને અનુસારે જણાવેલી સ્વભાવો અને ગુણોની આ પ્રક્રિયામાં શું ચિત્ત્વ છે ? (શું વિચારવા જેવું છે ?) તે જણાવે છે.
स्वभाव ते गुणपर्यायथी भिन्न न विवक्षिइं, जे माटि जे अनुपचरित भाव ते गुण ज, उपचरित ते पर्याय ज, अत एव एक द्रव्याश्रित गुण, उभयाश्रित पर्याय कहिया. यथोक्तं उत्तराध्ययनेषु
गुणाणमासवो दव्वं, एगदव्वस्सिआ गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिआ भवे ॥ १ ॥
સામાન્ય અને વિશેષ સ્વભાવો તથા સામાન્ય અને વિશેષ ગુણો જુદા-જુદા દિગંબરાસ્નાયમાં સમજાવ્યા છે. પરંતુ જે સ્વભાવો છે. તે ગુણ-પર્યાયથી ભિન્ન નથી. જેમ કે ચેતના એ જીવનો સ્વભાવ છે. અને ચેતના એ જ જીવનો ગુણ છે. ચૈતન્યસ્વમાવો નીવડ, ચૈતન્યા ગી: તેવી જ રીતે રૂપ રસાદિ એ પુદ્ગલના સ્વભાવો છે અને એ જ પુદ્ગલના ગુણો છે અને તેનું પરિવર્તન એ જ પર્યાયો છે. તથા જે સહભાવી હોય છે. તે ગુણ કહેવાય છે અને દ્રવ્યના સ્વભાવભૂત જે સ્વરૂપ હોય છે તે જ સહભાવી બને છે. જેમ કે સાકરનો સ્વભાવ ગળપણ છે. તો તે ગળપણ સાકરની સાથે સદા રહેનારું છે એટલે જે સ્વભાવ છે. તે જ દ્રવ્યની સાથે સદા રહેનાર બને છે તેથી તેને જ ગુણ કહેવાય છે. અને તેમાં થનારી હાનિ-વૃદ્ધિ કે રૂપાન્તરતાને પર્યાય કહેવાય છે. આમ વિચારતાં જણાય છે કે સ્વભાવો તે ગુણ-પર્યાયથી ભિન્ન નથી.
તથા વસ્તુનો પોતાનો ઉપચારરહિત જે સહજસ્વભાવ છે તે ગુણ કહેવાય છે. ગુણ હંમેશાં દ્રવ્યની સાથે રહેનાર હોવાથી તેમાં ઉપચાર કરવાની જરૂરિયાત રહેતી નથી. મરચાનો તીખાશ એવો જે સ્વભાવ છે તે મરચાની સાથે સદા રહેનાર છે. તેમાં