________________
૬૫૦
ઢાળ-૧૩ : ગાથા-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જે વિકારો છે. તે પૂર્વબદ્ધ કર્મના ઉદયરૂપ અને નવા કર્મબંધના હેતુભૂત હોવાથી અશુદ્ધ છે. આ રીતે આ બન્નેને સાથે કરીને જ્યારે શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વિચારણા કરાય છે. ત્યારે જીવદ્રવ્યમાં આ વિભાવસ્વભાવ સંભવે છે.
એવી જ રીતે જીવના સંયોગે શરીરાદિરૂપ પુગલ દ્રવ્યમાં પણ ચેતનતાનો ઉપચાર કરાય છે. તેથી તેમાં પણ ઔદયિકભાવ મનાય છે. ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે “મ સવંથ ફણ વિ” આ રીતે તેમાં પણ ચૈતન્યતા અને દક્તિા ઉપચારે હોવાથી ત્યાં પણ વિભાવસ્વભાવ બને નયોની સાથે વિવક્ષા કરવાથી સંભવે છે.
શુદ્ધદ્રવ્યાર્થિકનયથી શુદ્ધસ્વભાવતા, અને અશુદ્ધદ્રવ્યાર્થિક નયથી અશુદ્ધસ્વભાવતા જાણવી. ઉપર વિભાવસ્વભાવમાં જે સમજાવવામાં આવ્યું. તેમાંથી કેવળ એકલા ક્ષયોપશમાદિભાવે (ક્ષયોપશમ-ઉપશમભાવે) આત્મામાં જે જ્ઞાનાદિ ગુણોનો અંશતઃ પણ આવિર્ભાવ વર્તે છે તથા ક્ષાયિક ભાવે ગુણોનો પૂર્ણતયા જે આવિર્ભાવ વર્તે છે. તે આત્માના શુદ્ધગુણો છે. તેને જણાવનારો જે નય તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તેથી ક્ષયોપશમાદિ ભાવે પ્રગટ થયેલા ગુણો રૂપ જે શુદ્ધસ્વભાવ જીવમાં વર્તે છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જાણવો. તેવી જ રીતે મોહનીયના ઉદયથી કામ-ક્રોધાદિ અને જ્ઞાનાવરણીયાદિના ઉદયથી અજ્ઞાનતા આદિ જે અશુદ્ધ પર્યાયો છે. તે અશુદ્ધસ્વભાવ જાણવો. અને તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી સમજવો. આ રીતે પુદ્ગલદ્રવ્યમાં પણ જીવના સંયોગે શુદ્ધસ્વભાવ અને અશુદ્ધસ્વભાવ જાણવા. બાકીના દ્રવ્યોમાં આ સ્વભાવો સંભવતા જ નથી. કારણ કે ધર્મ અધર્મ આકાશ અને કાલ, આ ચાર દ્રવ્યોમાં ક્ષાયોપથમિક ભાવ કે ઔદયિકભાવ સંભવતા નથી. | ૨૨૩ ||
___असद्भूतव्यवहारनयथी उपचरितस्वभाव, ए भाव चित्त मांही धरी स्वभाव नययोजना कीजइं ।
જે જે પદાર્થમાં જે જે સ્વભાવ વાસ્તવિકપણે ન હોય, છતાં અન્યદ્રવ્યના સંયોગાદિથી તેવાં તેવાં કાર્યો તે તે પદાર્થમાં દેખાતાં હોય ત્યારે તે તે કાર્ય કરનારો સ્વભાવ તે તે પદાર્થમાં ઉપચારે પણ સ્વીકારવો પડે છે. આ પ્રમાણે ઉપચરિત સ્વભાવને જણાવનારો જે નય છે. તે અસદભૂત વ્યવહારનય કહેવાય છે. જેમ અગ્નિથી તપ્ત બનેલું એવું “લોહ બાળે છે” અહીં દાહર્તા સ્વભાવ લોહમાં ન હોવા છતાં ઉપચાર
સ્વીકારવો પડે છે. લોહમાં દાક્તા સદાકાળની સ્વદ્રવ્યજન્ય વાસ્તવિક નથી. તેથી સભૂત નથી માટે આ સ્વભાવને જણાવનારા નયને અસભૂત વ્યવહારનય કહેવાય છે. એવી જ રીતે “ઘડો ઝમે છે” હું રૂપાળો છું “ઈત્યાદિ વાક્યોમાં સમજી લેવું.”