________________
૬૪૮
ઢાળ-૧૩ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વીકારવામાં આવે છે. તથા ભેદોની કલ્પના કરાય છે તેથી ભેદ કલ્પનાસાપેક્ષ. આવા ભેદો કલ્પવા એ શુદ્ધસ્વરૂપ નથી માટે અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આ રીતે પરમાણુવિનાના પાંચદ્રવ્યોમાં ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અનેકપ્રદેશસ્વભાવતા જાણવી. આ દ્રવ્યોમાં અનેકપ્રદેશ સ્વભાવતા સહજપણે છે જ, કારણ કે ઘણા પ્રદેશોના સમૂહાત્મક એવાં આ પાંચ દ્રવ્યો છે. ફક્ત તેમાં ભેદની કલ્પના જે કરવામાં આવે છે તે અશુદ્ધ છે.
પુગલાણુ અને કાલાણુ આ બને અર્વાત્મક હોવાથી તે બનેમાં અનેપ્રદેશસ્વભાવતા વાસ્તવિકપણે નથી. પરંતુ ઉપચારે પુગલાણુ”માં અનેક પ્રદેશસ્વભાવતા સંભવે છે. અને “કાલાણુ”માં તો ઉપચારે પણ અનેકપ્રદેશસ્વભાવતા સંભવતી નથી. ત્યાં જે પુદ્ગલાણુ (પુદ્ગલદ્રવ્યના પરમાણુઓ) છે. તે પોતે એક પ્રદેશાત્મક હોવાથી જો કે વાસ્તવિકપણે અનેકપ્રદેશતા તેમાં નથી. તો પણ બીજા બીજા પરમાણુઓની સાથે મળ્યા છતા અનેક પ્રદેશાત્મકસ્કંધપણે પરિણામ પામવાની યોગ્યતા ધરાવે છે. તેથી ભલે સ્કંધ નથી તો પણ સ્કંધરૂપે બનવાની યોગ્યતા ધરાવતા હોવાથી ઉપચારે અનેકપ્રદેશસ્વભાવતા મનાય છે. જ્યારે “કાલાણુ”માં તો વર્તનારૂપ કાલ માનો, કે સમયાત્મક કાલ માનો કે દિગંબરાન્ડ્રાય પ્રમાણે કાલાણુ રૂપ કાલ માનો તો પણ સર્વત્ર આવા પ્રકારનો સમયોનો પિંડ થઈને સ્કંધ બનવાપણું પણ નથી. અને અંધ બનવાની યોગ્યતા પણ યોગ્યતા પણ નથી. તેથી ત્યાં ઉપચારે પણ અનેકપ્રદેશસ્વભાવતા મનાતી નથી.
આ રીતે વિચારતાં ધર્મ-અધર્મ-આકાશ અને જીવદ્રવ્યમાં ભેદકલ્પના સહિત અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અનેકપ્રદેશસ્વભાવતા જાણવી. પુદ્ગલ દ્રવ્યના સ્કંધોમાં ઉપર પ્રમાણે જાણવું. પરંતુ પરમાણુઓમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશસ્વભાવતા, અને ઉપચારે અસભૂત વ્યવહાર નથી અને પ્રદેશ સ્વભાવતા જાણવી. કાળદ્રવ્ય સમયાત્મક જ હોવાથી તેમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશસ્વભાવતા છે પરંતુ સ્કંધ ન હોવાથી, તથા બનવાની યોગ્યતા પણ ન હોવાથી અનેક પ્રદેશસ્વભાવતા સંભવતી જ નથી. તે ૨૨૨ | શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈ રે, જાણિ વિભાવ સ્વભાવ | શુદ્ધાં શુદ્ધસ્વભાવ છઈ રે, અશુદ્ધાં અશુદ્ધ સ્વભાવો રે |
ચતુર વિચારીએ ! ૧૩-૧૫ .