Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૩ : ગાથા-૧૬
૬૪૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભૂતવ્યવહારથી રે, છઈ ઉપચરિત સ્વભાવ | એ સ્વભાવનય યોજના રે, કીજઈ મનિ ધરિ ભાવો રે |
ચતુર વિચારીએ રે ૧૩-૧૬ // ગાથાર્થ– શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વિભાવસ્વભાવ જાણો. શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શુદ્ધસ્વભાવ જાણો, અને અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી અશુદ્ધસ્વભાવ જાણો. | ૧૩-૧૫ //
અસભૂત વ્યવહારનયથી ઉપચરિતસ્વભાવ જાણો, સામાન્ય અને વિશેષ સ્વભાવોમાં કરાયેલી આ નયોની યોજના મનમાં સુંદર ભાવ લાવીને કરવી (જાણવી ભણવી). / ૧૩-૧૬ છે.
ટબો- શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિક નથઇ સંમુગ્ધઇ વિભાવસ્વભાવ છઈ. શુદ્ધદ્રવ્યાર્થિક નયઈ શુદ્ધસ્વભાવ, અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઇ અશુદ્ધસ્વભાવ જાણવો. I ૧૩-૧૫
અસભૂતવ્યવહારનયથી ઉપચરિત સ્વભાવ, એ ભાવ ચિત્તમાંહી ધરી સ્વભાવ નય યોજના કીજઈ. એ દિગંબરપ્રક્રિયા કિહાં કિહાં સ્વસમયઇ પણિ ઉપસ્કૃત કરી છઈ, એહમાંહી ચિત્ય છઈ, તે દેખાડઈ થઈ. [ ૧૩-૧૬ II
વિવેચન- હવે શુદ્ધસ્વભાવ, અશુદ્ધસ્વભાવ અને વિભાવસ્વભાવ આ ત્રણમાં નયયોજના આ બે ગાથામાં સમજાવે છે.
शुद्धाशुद्धद्रव्यार्थिकनयई संमुग्धइं-विभावस्वभाव छइ, शुद्धद्रव्यार्थिकनयई शुद्धस्वभाव, अशुद्धद्रव्यार्थिकनयई अशुद्धस्वभाव जाणवो. ॥ १३-१५ ॥
શુદ્ધદ્રવ્યાર્થિકનય અને અશુદ્ધદ્રવ્યાર્થિકનય એમ આ બન્ને નયોની સંમુગ્ધતાએ = સાથે વિચારણા કરીએ ત્યારે જીવદ્રવ્યમાં અને પુદ્ગલદ્રવ્યમાં એમ બે જ દ્રવ્યોમાં વિભાવસ્વભાવ જાણવો. ત્યાં જીવ દ્રવ્યમાં ક્ષાયોપથમિકભાવે જ્ઞાનાદિગુણો છે અને ઔદયિકભાવે ક્રોધાદિ વિકારો છે. આ બન્નેની સાથે વિચારણા કરીએ તો જેમાં જ્ઞાનાદિગુણો છે. તેને જ ક્રોધાદિ આવે છે. જડદ્રવ્યને ક્રોધાદિ આવતા નથી. તેથી વિભાવદશામાં જવાનું ચેતનદ્રવ્યનું જ બને છે. જડદ્રવ્યનું બનતું નથી. જ્ઞાનદશાવાળા જીવને જ કામ-ક્રોધાદિ વિકારો થવા રૂપ વિભાવ સ્વભાવ આવે છે તેમાં જે સમજણ છે તે જ્ઞાનાવરણીયાદિનો લાયોપથમિક ભાવ છે. માટે શુદ્ધ કહેવાય છે. અને કામક્રોધાદિ