________________
૬૪૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૩ : ગાથા-૧૪ અનેક પ્રદેશો હોવા છતાં અનાદિકાળથી સહજભાવે જ આ પ્રદેશો પરસ્પર સંકળાયેલા અખંડ એકદ્રવ્ય રૂપે જ છે. અને તેમજ રહે છે. અને તેમજ દેખાય છે. તેથી એક પ્રદેશ સ્વભાવતા સંભવે છે. || ૨૨૧ | ભેદ કલ્પનાયુત નયાં રે, અનેક પ્રદેશ સ્વભાવ | અણુ વિના, પુદ્ગલ અણુ તણોરે, ઉપચારઈ તેહ ભાવો રે //
ચતુર વિચારીએ / ૧૩-૧૪ / ગાથાર્થ– ભેદ કલ્પના યુક્ત એવા દ્રવ્યાર્થિકનયથી પરમાણુવિનાનાં પાંચે દ્રવ્યોમાં (પરમાણુ વિનાનાં પુદ્ગલદ્રવ્યોમાં અને ધર્મ-અધર્મ-આકાશ-જીવમાં) અનેકપ્રદેશસ્વભાવતા છે. અને પુદ્ગલાસ્તિકાયના પરમાણુઓમાં તે અનેક પ્રદેશસ્વભાવતા ઉપચારથી જાણવી. || ૧૩-૧૪ ||
ટબો- ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઇ અણુ ક. પરમાણુ વિના સર્વદ્રવ્યનઇ અનેકપ્રદેશસ્વભાવ કહિઈ. અનઈ પુગલ પરમાણુનઇ અનેકપ્રદેશ થાવાની યોગ્યતા છઈ, તે માટઈં-ઉપચારઈ અનેકપ્રદેશ સ્વભાવ કહિઈ, કાલાણુમાંહિ તે ઉપચાર કારણ નથી, તે માટઈ તેહનાઇ સર્વથા એ સ્વભાવ નહીં. ૧૩-૧૪ ||
વિવેચન– આ ગાથાનો ભાવાર્થ લગભગ પહેલાંની ૧૩મી ગાથામાં સમજાવાઈ ગયો છે. તો પણ વધારે સ્પષ્ટતા માટે કંઈક લખીએ છીએ.
भेदकल्पनासापेक्ष अशुद्धद्रव्यार्थिकनयइं अणु क. परमाणु विना सर्वद्रव्यनइं अनेकप्रदेशस्भाव कहिइं. अनइं पुद्गलपरमाणुनइं अनेकप्रदेश थावानी योग्यता छइं, ते माटई उपचारइं अनेकप्रदेश स्वभाव कहिइं, कालाणुमांहि ते उपचार कारण नथी, ते માટે તેનડું સર્વથા ઇ માવ ન મે ૨૩-૨૪ /
ધર્મ, અધર્મ, આકાશ, જીવ આ ચાર દ્રવ્યોમાં તથા અણુ કહેતાં જે પરમાણુ છે તેના વિના સમસ્ત પુગલાસ્તિકાય દ્રવ્યમાં આમ આ પાંચે દ્રવ્યોમાં ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી “અનેક પ્રદેશ સ્વભાવતા” કહેવાય છે. જો કે આ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય સિવાયનાં ૪ દ્રવ્યો તો અખંડ છે. તેના ખંડ થતા જ નથી, તેથી તેમાં પ્રયોજનવશથી જે ભેદોની કલ્પના કરવામાં આવે છે. તે દ્રવ્યનું પોતાનું અસલી સ્વરૂપ નથી, કાલ્પનિક (કલ્પનાકૃત) સ્વરૂપ છે. તેથી તેને અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી