________________
૬૪૬ ઢાળ-૧૩ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. અને સ્કંધો તો પરમાણુઓના સંયોગ-વિયોગથી બનવાવાળા છે. અને વિખેરાવા વાળા છે. ત્યાં પરમાણુદ્રવ્ય એકપ્રદેશાત્મક હોવાથી તેમાં એક પ્રદેશ સ્વભાવતા છે. અને તે વાસ્તવિક હોવાથી પરમભાવગ્રાહક નયથી છે. સ્કંધોમાં અનેક પ્રદેશો હોવાથી અનેક પ્રદેશસ્વભાવતા છે. અને તે પરમભાવગ્રાહકનયથી છે.
કાળદ્રવ્યની બાબતમાં કેટલાક આચાર્યોના મતે જીવ અને અજીવની વર્તનાપર્યાય સ્વરૂપ કાળ હોવાથી કાળ એ દ્રવ્ય જ નથી. છતાં બીજા કેટલાક આચાર્યોના મતે ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિશ્ચક્રના સંચારણથી અઢીદ્વીપ વ્યાપી કાળદ્રવ્ય છે. કાલ સંબંધી પર-અપર આદિના વ્યવહારમાં હેતુભૂત પદાર્થોની સ્થિતિમર્યાદા જાણવા-જણાવવાના કારણભૂત કાળદ્રવ્ય છે. તે એક સમયાત્મક છે. ક્યારેય પણ સમયોનો પિંડ બનતો નથી. આવલિકા-મુહૂર્ત-દિવસ રાત્રિ ઈત્યાદિ જે વ્યવહારો થાય છે. તે પણ ક્રમસર પસાર થતા સમયોની કલ્પનાકૃત સમુહાત્મક ગણના છે. તેથી એકસમય સ્વરૂપ કાળદ્રવ્ય હોવાથી અને તેનો પિંડ (સ્કંધસ્વરૂપ) બનતો ન હોવાથી એક પ્રદેશસ્વભાવતા જ છે. અને તે વાસ્તવિક સ્વરૂપે હોવાથી પરમભાવગ્રાહકનયથી છે. પરમાણુઓનો પિંડ બનીને જેવો સ્કંધ થાય છે. તેવો કાળમાં સમયોનો સ્કંધ બનતો નથી તેથી તેમાં અનેકપ્રદેશસ્વભાવતા નથી.
પુદ્ગલદ્રવ્યમાં જેમ “પરમાણુ” અવિભાજ્ય દ્રવ્ય હોવાથી “અણુ” કહેવાય છે. તેમ કાળદ્રવ્યમાં “સમય” પણ અવિભાજ્ય હોવાથી તેમાં “અણુ” પણાનો ઉપચાર કરાય છે. તેથી સમયને યોગશાસ્ત્રાદિના અંતર શ્લોકમાં (વિવેચનભૂત ભાગમાં) “કાલાણુ” કહ્યો છે. જ્યારે દિગંબરાસ્નાયમાં એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ દ્રવ્ય વર્તે છે. એમ માનેલ છે. આ રીતે સમયાત્મક કાલાણમાં અને પરમાવાત્મક પુગલદ્રવ્યમાં પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશ સ્વભાવના છે. અને શેષચાર દ્રવ્યો (ધર્મ-અધર્મ-આકાશજીવ દ્રવ્યો)માં અસંખ્યાત અને અનંત પ્રદેશો હોવાથી અખંડ એક દ્રવ્યરૂપ હોવા છતાં પ્રયોજનવશથી તેમાં ભેદની કલ્પના પણ કરવામાં આવે છે. જેમ કે ઉર્ધ્વદેશમાં રહેલો ધર્માસ્તિકાય, અધોદેશમાં રહેલો ધર્માસ્તિકાય, ઘટાકાશ, પટાકાશ, હસ્તભાગાવચ્છિન્ન જીવપ્રદેશ, પાદભાગાચ્છિન્ન જીવપ્રદેશ, મુખ ભાગાવચ્છિન્ન જીવપ્રદેશ ઈત્યાદિ સ્વરૂપે પ્રયોજનવશથી ભેદની કલ્પના પણ થાય છે. તેથી આવા પ્રકારની ભેદની કલ્પના જ્યારે કરવામાં ન આવે, અને અખંડ એકદ્રવ્ય રૂપે વિચારવામાં આવે ત્યારે તે ચારે દ્રવ્યોમાં એકપ્રદેશસ્વભાવતા ઘટે છે. તેથી તે એકપ્રદેશ સ્વભાવતા “ભેદકલ્પનારહિત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જાણવી. આ નયની પ્રધાનતામાં ભેદોની કલ્પના ગૌણ કરવામાં આવી છે. અને અખંડ શુદ્ધ એકદ્રવ્યની કલ્પનાને પ્રધાન કરવામાં આવી છે. તેથી