Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૪૪
ઢાળ-૧૩ : ગાથા-૧ ૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– પુદ્ગલાસ્તિકાયદ્રવ્યમાં રહેલી મૂર્તિતા અભિભૂત થતી નથી, તેથી પુદગલદ્રવ્યમાં “અમૂર્તિતા” ઉપચારે પણ કહેવાતી નથી. તો ત્યાં ૧૦ વિશેષસ્વભાવો અને ૧૧ સામાન્યસ્વભાવો, આમ મળીને ૨૧ સ્વભાવો છે. આ શાસ્ત્રવચન સંગત થશે નહીં. આવો પ્રશ્ન ઉઠાવીને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં જણાવે છે કે
"उपचारइं पणि अमूर्तस्वभाव पुद्गलनइं न होइ" इम कहतां तो एकवीसमो भाव लोपाइं, तिवारइं “एकविंशतिभावाः स्युर्जीवपुद्गलयोर्मताः" ए वचन व्याघातथी अपसिद्धान्त थाइ, ते टालवानइ काजिं-असद्भूतव्यवहारनयइं परोक्ष जे पुद्गल परमाणु छइ, तेहनइं अमूर्त कहिइं.
व्यावहारिकप्रत्यक्षागोचरत्वममूर्तत्वं परमाणौ भाक्तं स्वीक्रियते, इत्यर्थः । ને રૂ-૧૨
જીવદ્રવ્ય અને શરીરાદિ પુદગલદ્રવ્ય અન્યોન્ય અનુગત થયેલાં છે તો પણ અમૂર્તતા દ્વારા મૂર્તિતાનો પરાભવ ન થતો હોવાથી પુદ્ગલ દ્રવ્યમાં ઉપચારે પણ અમૂર્તસ્વભાવ સંભવતો નથી, આમ જ જો કહેવાય તો પુગલદ્રવ્યમાં એકવીસમો એક સ્વભાવ લોપાઈ જશે. અર્થાત્ જૂન થશે. જ્યારે શાસ્ત્રમાં તો “જીવ અને પુદ્ગલદ્રવ્યમાં આમ બન્નેમાં એકવીસ સ્વભાવો હોય છે” આમ કહેલું છે. (નયચક્ર ગ્રંથમાં પણ ગાથા-૬૮ તથા ૬૯માં ૨૧ સ્વભાવોનું કથન છે.) આ ૨૧ સ્વભાવના વિધાનવાળું જે શાસ્ત્રવચન છે. તે વ્યાઘાત પામશે. તેથી આ શાસ્ત્રવચન અપસિદ્ધાન્ત થઈ જશે. મિથ્યાવચન ઠરશે. “પુગલદ્રવ્યમાં પણ ૨૧ સ્વભાવો હોય છે.” આમ કહેનાર શાસ્ત્રવચન અપસિદ્ધાન્ત થઈ જશે.
આવી શંકા અહીં કોઈ શિષ્યોને થાય તેમ છે. તે ટાળવાને કાજે (અર્થાત્ તે શંકા દૂર કરવા માટે) કહે છે કે “પરોક્ષ એવા જે પરમાણુઓ (અને દ્રયણુકાદ) છે'. તેમાં અસભૂત વ્યવહારનયથી અમૂર્તસ્વભાવ જાણવો.” અમૂર્તના બે અર્થો થાય છે નિશ્ચયનયથી વર્ણ-ગંધ રસ સ્પર્શ રહિતતા તે અમૂર્ત. અને વ્યવહારનયથી ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનની જે અવિષયતા તે અમૂર્ત. હવે નિશ્ચયનય માન્ય એવી વર્ણાદિરહિત અમૂર્તતા તો પુગલદ્રવ્યમાં
૧. મૂલગાથામાં “મg" અને ટબામાં પરમ પદ છે. તેથી પરમાણુમાં તો ઈન્દ્રિય અગોચરતા હોવાથી
વ્યવહારનયથી અમૂર્તતા હોઈ શકે છે. પરંતુ યમુકાદિ સૂક્ષ્મસ્કંધોમાં પણ ઈન્દ્રિય અગોચરતા હોવાથી વ્યવહાર નયથી અમૂર્તતા માનવામાં કોઈ દોષ દેખાતો નથી. એટલે અમે વિવેચનમાં યમુકાદિનો પણ ઉલ્લેખ કર્યો છે. છતાં ગાથામાં કે ટબામાં મારિ શબ્દ નથી. તેથી તત્ત્વકેવલીગમ્ય.